બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / So the state government can stop the pension of government employees', an important judgment of the Gujarat High Court

ચુકાદો / તો સરકારી કર્મચારીઓનું પેન્શન રાજ્ય સરકાર બંધ કરી શકે', ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

Priyakant

Last Updated: 08:45 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat High Court News: રાજ્ય સરકારના કર્મચારી કે અધિકારી નોકરીમાં ચાલુ હોય કે નિવૃત્ત થાય તે બાદ પણ જો તેમણે કોઈ ગંભીર ગુનામાં સજા થાય તો....

  • ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો 
  • ચાલુ નોકરી કે નકોઈ ગંભીર ગુનામાં સજા થાય તો બંધ થશે પેન્શન ? 
  • આવા કિસ્સામાં સરકારી કર્મચારીઓનું પેન્શન રાજ્ય સરકાર બંધ કરી શકે: હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે હાલમાં જ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. વાત જાણે એમ છે કે, હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે, રાજ્ય સરકારના કર્મચારી કે અધિકારી નોકરીમાં ચાલુ હોય કે નિવૃત્ત થાય તે બાદ પણ જો તેમણે કોઈ ગંભીર ગુનામાં સજા થાય તો રાજ્ય સરકાર આવા સરકારી કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે. 

હાઇકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, ગંભીર ગુનામાં સરકારી કર્મચારી કે અધિકારીને કોર્ટે સજા ફટકારી હોય તો રાજ્ય સરકાર તે પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન બંધ કરી શકે છે. નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવામાં માટે રાજ્ય સરકારને કોઈ બાધ નડતો નથી. નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને લઈ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ-અધિકારીઓ અને નિવૃત કર્મચારીઓને બહુ મોટી અસરો થશે. 

File Photo

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ.સુપહીયા અને જસ્ટિસ એમ.આર.મેંગડેની ખંડપીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે, પેન્શન રૂલ્સ-2002ની રૂલ-23 અન્વયે જો કોઈ પેન્શનરને કોઈ ગંભીર ગુનામાં કે ગંભીર ગેરવર્તણુંકના ગંભીર ગુનામાં સજા થાય તો સરકારને તેનું પેન્શન અટકાવવાની કે પાછું ખેંચવાની સત્તા છે. 

File Photo

આ સાથે જોક કોઈ અધિકારી કે કર્મચારી સામે હાઇકોર્ટમાં કરેલી અપીલમાં સજા મોકૂફ કરાઇ હોય તો, જો ટ્રાયલ કોર્ટ દ્વારા પેન્શનરને ગંભીર ગુનામાં સજા ફરમાવાઇ હોય અને તેણે કરેલી ક્રિમિનલ અપીલમાં સજા મોકૂફ રખાઇ હોય તો તેવા કેસમાં પાણ ડિસિપ્લિનરી ઓથોરીટી અથવા રાજ્ય સરકારે અપીલના અંતિમ પરિણામની રાહ જોવાની જરૂર નથી. 

File Photo

નોંધનીય છે કે, હજારો સરકારી કર્મચારીઓના હક્ક લાભોને અસર કરતો ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન સરકાર બંધ કરી શકે છે. નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ