બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / '...so I will drop the case', see what Tathya Patel's lawyer Nisar Vaidya said, see Video

ઈસ્કોન અકસ્માત / '....તો હું કેસ છોડી દઇશ', જુઓ શું કહ્યું તથ્ય પટેલના વકીલ નિસાર વૈદ્યે, જુઓ Video

Vishal Khamar

Last Updated: 09:38 PM, 21 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત મામલે આરોપીનાં વકીલે જણાવ્યું હતું કે મારા નિવેદનથી કોઈનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું. મારા દ્વારા તથ્યને ઓછામાં ઓછા રિમાન્ડ મળે તેવી મેં દલિલ કરી છે.

  • હું પ્રોફેશનલ વ્યવસાય સાથે જોડાયેલો છુંઃ નિસાર વૈધ
  • મારા નિવેદનથી કોઈનું દિલ દુભાયું હોય તો માફી માંગુ છુઃ નિસાર વૈધ
  • હું કોઈનાં પુરાવા તોડવા કે કોઈને અન્યાય કરવાનું કામ નથી કરોતઃ નિસાર વૈધ

 અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત મામલે આરોપી તથ્ય પટેલનાં વકીલ નિસાર વૈધે મીડીયા સમક્ષ કહ્યું હતું કે, બધા મીડીયા વાળા અને ભારતની પ્રજા મને કહે કે તું તથ્યને કેસ છોડી દે તો હું છોડી દઈશ. કાલે બીજો કોઈ વકીલ આવશે. મારૂ જે કામ છે તે કોઈ પણ કરશે. હું ઈમાનદારીથી મારૂ કામ કરી રહ્યો છું. હું કોઈના પણ પુરાવા તોડવાનો કે કોઈને અન્યાય કરવાનું કામ નથી કર તો. હું મારા ક્લાઈન્ટને માત્ર ફેવર કરી રહ્યો છું. તેમ છતાં પણ કોઈ મીડિયા વાળાનું કે કોઈ પ્રજાજનનું દિલ દુભાયું હોય તો હું માફી માંગુ છું. 

તથ્ય પટેલનાં ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર
અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તથ્ય પટેલના કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે પ્રજ્ઞેશ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે, ગઈકાલે આરોપીની ધરપકડ કરાઈ હતી. આ તરફ ધરપકડ બાદ બન્ને આરોપીનું રી કન્સ્ટ્રકશન કરાયું હતું. આ સાથે આરોપી સાથે FSL તપાસ પણ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ