બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Snoring comes while sleeping at night, it is a dangerous sign of the body, it can become a victim of serious diseases

હેલ્થ / રાત્રે સૂતી વખતે આવે છે નસકોરા, શરીરનો છે ખતરનાક સંકેત, આ ગંભીર બીમારીઓના બની શકો શિકાર

Vishal Khamar

Last Updated: 12:04 AM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઊંઘ દરમ્યાન નસકોરા બોલવાએ અવરોધક સ્લીપ એપનિયાની નિશાની હોઈ શકે છે. આ એક ગંભીર સંકેત છે. જેમાં તમે એક સમયે 10 સેકન્ડ કે તેથી વધુ સમય માટે શ્વાસ લેવાનું બંધ કરો છો.

  • ઊંઘ દરમ્યાન  નસકોરા બોલવાએ એક ગંભીર બીમારીનાં સંકેત
  • નસકોરા બોલવાએ કુદરતી છે પરંતું તે અન્ય લોકોને ઘણી અસર કરે છે
  • નસકોરા બોલવાનાં કારણે હ્રદયરોગની સમસ્યાઓ સર્જાઈ શકે છે

કેટલાક લોકોને સૂતી વખતે નસકોરાં બોલતા હોય છે. નસકોરાં બોલવા કુદરતી પ્રતિક્રિયા છે. પરંતુ તે અન્ય લોકોની ઊંઘને  ઘણી હદ સુધી અસર કરે છે. નસકોરાને શરમજનક માનવામાં આવે છે. પરંતુ તે તમારા વિચારો કરતાં વધુ ખતરનાક છે. જ્યારે ઊંઘ દરમિયાન તમારા હવાના પ્રવાહને કોઈ અસર કરે છે ત્યારે નસકોરાં બોલે છે.
નસકોરા શું છે?
જ્યારે હવા મોં કે નાકમાંથી સરળતાથી પસાર થતી નથી ત્યારે નસકોરાં આવે છે.  જ્યારે આવું થાય છે. ત્યારે હવા અવરોધિત વિસ્તારમાંથી પસાર થાય છે. જેના કારણે મોં, નાક અને ગળાના કોમળ પેશીઓ એકબીજા સાથે અથડાય છે અને વાઇબ્રેટ થાય છે. આ કંપન નસકોરાનો અવાજ ઉત્પન્ન કરે છે. 50 વર્ષથી વધુ ઉંમરના અને સ્થૂળતાનો સામનો કરતા લોકોમાં નસકોરાં સામાન્ય છે.
નસકોરાનાં કારણો
અનુનાસિક વાયુમાર્ગ: કેટલાક લોકો માત્ર એલર્જીની સીઝન દરમિયાન અથવા સાઇનસ ચેપ દરમિયાન નસકોરા લે છે. જેના કારણે નાકની વાયુમાર્ગ અવરોધાય છે.
ડ્રગ્સ અને આલ્કોહોલ: આલ્કોહોલ પીવાથી અથવા નસોને આરામ આપે તે દવા લેવાથી પણ તમારી જીભ અને ગળાના સ્નાયુઓ હળવા થઈ શકે છે.
નસકોરાને કારણે રોગો થવાનું જોખમ શું છે?
ઊંઘના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નસકોરાની તીવ્રતા કેરોટીડ એથરોસ્ક્લેરોસિસના જોખમ સાથે સંકળાયેલ છે. આ કારણે ગરદનમાં ચરબી જમા થવાને કારણે ધમનીઓમાં સંકોચાઈ ગયો હતો, જેના કારણે સ્ટ્રોકનો ખતરો હોઈ શકે છે.
હૃદય રોગોની સમસ્યા
સ્લીપ એપનિયા કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ સાથે જોડાયેલ છે. તેનાથી હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ