બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Smartphone Tips: Pay special attention to these things before sharing the old mobile, otherwise there will be damage

જાણી લો / Smartphone Tips: જૂનો મોબાઈલ વહેંચતા પહેલા આ વાતોનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો થશે નુકસાન

Megha

Last Updated: 05:50 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને જણાવશું કે મોબાઈલ ફોન વહેંચતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • જૂનો મોબાઈલ વહેંચતા પહેલા કરી લો આ કામ 
  • જૂનો મોબાઈલ ફોન વહેંચી રહ્યા છો તો આ વાતોનું રાખો ધ્યાન 

આજના સમયમાં નતનવીન અને એકથી વધુ એક લેટેસ્ટ મોબાઈલ ફોન બજારમાં ઉપલબ્ધ છે જેનો લોકો ઉપયોગ કરી રહ્યા છે. તૂનમાં કહી તો દર થોડીવારે નવી ટેક્નોલોજીથી ભરપૂર મોબાઈલ માર્કેટમાં લોન્ચ થાય છે. એક રીતે જોઈએ તો મોબાઈલ આજના સમયની જરૂરિયાત બની ગઈ છે તો તેમાં કોઈ શંકાને સ્થાન નથી. એવામાં ઘણા લોકો તેમના જૂના મોબાઇલને વહેંચીને નવો ફોન ખરીદે છે, એવામાં જો તમે પણ કોઈ કારણસર તમારો જૂનો મોબાઈલ ફોન વહેંચી રહ્યા છો તો તે પહેલા તમારે થોડું કામ કરવું જોઈએ. નહિંતર મોબાઈલ વહેંચાઈ ગયા પછી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે અમે તમને જણાવશું કે મોબાઈલ ફોન વહેંચતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 

જો તમે જુનો મોબાઈલ વહેંચવાનું વિચારી રહ્યા છો તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન 

નંબર 1
જો તમે તમારો જૂનો મોબાઈલ ફોન વહેંચી રહ્યા છો, તો તમારે તેને રીસેટ કરવો જોઈએ. તમારા મોબાઈલમાંથી દરેક ડેટા ડિલીટ કર્યા અને પછી તેને રીસેટ કરી ને જ બીજા કોઈને ફોન વહેંચવો જોઈએ નહીં તો તમારો અંગત ડેટા મોબાઈલમાં જ રહેશે અને કોઈ બીજા લોકો દ્વારા તેનો ખોટો ઉપયોગ થઈ શકે છે. 

નંબર 2
આજકાલ દરેક વ્યક્તિના મોબાઈલમાં કોઈને કોઈ મહત્વનો ડેટા હોય છે જેમ કે ફોટા, વિડિયો, કોન્ટેક્ટ નંબર મેસેજ, વોટ્સએપ ચેટ બેકઅપ, આઈડી અને પાસવર્ડ અન્ય વસ્તુઓની જેમ કાળજીપૂર્વક બેકઅપ લેવું જોઈએ. 

નંબર 3
જો તમે તમારો મોબાઈલ કોઈને વહેંચી રહ્યા છો તો તમે તેને કઈ વ્યક્તિને વહેંચી રહ્યા છો તેની માહિતી મેળવો અને સફેદ કાગળ પર લખો કે તમે આ તારીખથી આ ફોન વહેંચી રહ્યા છો અને તેના પર સહી કરાવી લો. આ સાથે મોબાઈલ ખરીદનાર વ્યક્તિનું આઈડી પણ મુકો, જેથી ભવિષ્યમાં જો તમારા મોબાઈલમાં કંઈક ખોટું થાય તો તમે મુશ્કેલીમાં ન મુકાઓ. 

નંબર 4
જ્યારે પણ તમે કોઈને મોબાઈલ વહેંચો છો ત્યારે પહેલા કિંમતની સરખામણી કરો. ઘણી જગ્યાએ ઓનલાઈન અને ઓફલાઈન જૂના મોબાઈલ સારી કિંમત મળી રહે છે તો પહેલા જાણી લો કે તમને ક્યાંથી વધુ પૈસા મળે છે અને પછી ત્યાં વહેંચો. આની મદદથી તમે તમારા મોબાઈલની સારી કિંમત મેળવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ