બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sita Haran scene of 'Adipurush'! People trolling, makers made VIDEO and told logic

સ્પષ્ટતા / 'આદિપુરૂષ'ના સીતા હરણ દ્રશ્ય પર બબાલ! લોકોએ ટ્રોલ કરતા મેકર્સે VIDEO બનાવી લૉજિક જણાવ્યું

Megha

Last Updated: 02:57 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'આદિપુરૂષ'માં રાવણ વેશ બદલીને સિતાનું અપહરણ કરીને લઈ જાય છે એ સમયે સીતાને સ્પર્શતો નથી. એ ઘટનાને મેકર્સે VFX દ્વારા આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો પણ લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા હતા.

  • આદિપુરુષ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે
  • ફિલ્મના એક સીનને લઈને વિવાદ શરૂ થયો હતો
  • નિર્માતાઓએ આ દ્રશ્ય પર વિડીયો દ્વારા સ્પષ્ટતા આપી

આદિપુરુષ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણી હાઈપ થઈ હતી, ઘણા વિવાદો થયા હતા. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર પ્રભાસની ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે. 

ફિલ્મ રિલીઝ થઈ એ પહેલા ટ્રેલરમાં જોવા મળેલ એક સીનને લઈને વિવાદ શરૂ થયો હતો અને લોકોએ ફિલ્મને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી. એ સમયે ફિલ્મના લેખકે વિડીયો દ્વારા સ્પષ્ટતા આપી હતી. એ સીન હતો ક્યારે રાવણ વેશ બદલીને સિતાનું અપહરણ કરીને લઈ જાય છે પણ એ સમયે સીતાને સ્પર્શતો નથી. એ ઘટનાને મેકર્સે VFX દ્વારા સીનને ખૂબ જ આકર્ષક બનાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આ સીન જોયા બાદ યુઝર્સે સોશિયલ મીડિયા પર મેકર્સને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું અને એ સીનને રામાનંદ સાગરની રામાયણના સીતા હરણ સીન સાથે કમ્પેર કરવાનું શરૂ કરી દીધું. 

આવી સ્થિતિમાં આદિપુરુષ નિર્માતાઓએ આ દ્રશ્ય પર પોતાનું મૌન તોડ્યું અને વિડીયો દ્વારા એ ઘટના વિશે સ્પષ્ટતા આપી હતી. 

મનોજ મુન્તાશીરે શું કહ્યું? 
લેખક મનોજ મુન્તાશીરે આદિપુરુષના સીતા હરણ દ્રશ્ય પાછળનો તર્ક સમજાવ્યો છે. તેણે કહ્યું કે માતા સીતા પહેલા રાવણે તેની વહુ રંભાને પોતાનો શિકાર બનાવ્યો હતો. જેના પર રંભાએ રાવણને શ્રાપ આપ્યો હતો કે જો તે તેની સંમતિ વિના કોઈપણ સ્ત્રીને સ્પર્શ કરશે તો તેના તમામ દસ માથા કાપી નાખવામાં આવશે. આ જ કારણ છે કે રાવણે માતા સીતાને સ્પર્શ કર્યા વિના જ તેનું અપહરણ કર્યું હતું.

હાલ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને આદિપુરુષના એડવાન્સ બુકિંગ અને બમ્પર ઓપનિંગ સાથે એવું લાગે છે કે તે ઘણા રેકોર્ડ તોડી નાખશે. Sacnilkના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ પહેલા દિવસે 85 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો કે સાચા આંકડા આજ રાત સુધીમાં જ બહાર આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ