બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Sidhu Musewala's father received death threats, Salman Khan was also mentioned in the email

ચોંકાવનારું / સિદ્ધુ મુસેવાલાના પિતાને મળી જાનથી મારી નાખવાની ધમકી, ઈમેલમાં સલમાન ખાનનો પણ કર્યો ઉલ્લેખ

Megha

Last Updated: 02:54 PM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ વારંવાર લોરેન્સ બિશ્નોઈનું નામ લેવાનું બંધ નહીં કરે તો તેના પરિણામો ખૂબ જ ખરાબ આવશે

  • સિદ્ધુ મુસેવાલાના પિતાને મળી જાનથી મારી નાખવાની ધમકી
  • સિદ્ધુ મુસેવાલાના પિતાને મળેલ ઈમેલમાં કહી આ વાત 
  • સલમાન ખાનને પણ મળી હતી ધમકી 

દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જણાવી દઈએ કે પોલીસ અધિકારી અને પરિવાર બલકૌર સિંહને આપવામાં આવેલી ધમકી વિશે કંઈપણ પુષ્ટિ કરી રહ્યા નથી પણ અહેવાલ છે કે ધમકી તેમને ઈમેલ દ્વારા આપવામાં આવી છે અને આ ધમકી બાદ સિદ્ધુ મુસેવાલાના પરિવારની સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. 

સલમાન ખાનને મળી હતી જાનથી મારી નાખવાની ધમકી
ઈમેલમાં બલકૌર સિંહ અને તેના પરિવારને લૉરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટરના નામ ન લેવાની સૂચના આપવામાં આવી છે .રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધમકીભર્યા ઈમેલમાં અભિનેતા સલમાન ખાનનું નામ પણ છે. આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારપછી સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સિદ્ધુ મુસેવાલાના પિતાને મળેલ ઈમેલમાં કહી આ વાત 
સિદ્ધુ મુસેવાલાને ધમકી મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને કહેવામાં આવી રહ્યું છે કે ધમકીભર્યો ઈમેલ રાજસ્થાનથી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બલકૌર સિંહને અગાઉ પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ વારંવાર લોરેન્સ બિશ્નોઈનું નામ લેવાનું બંધ નહીં કરે તો તેના પરિણામો ખૂબ જચોંકાવનારું ખરાબ આવશે અને તેમને 25 એપ્રિલ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે. 

સિદ્ધુ મુસેવાલાની પુણ્યતિથિ
નોંધપાત્ર રીતે, સિદ્ધુ મુસેવાલાની 29 મે, 2022 ના રોજ પંજાબના માનસામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. દિવંગત ગાયકના પિતા બલકૌર સિંહે તાજેતરમાં માનસામાં 19 માર્ચે તેમના પુત્રની પુણ્યતિથિ ઉજવવાની જાહેરાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધુ મુસેવાલાની પુણ્યતિથિ પર મોટી સંખ્યામાં લોકો પહોંચશે, તેથી વધતી ગરમીને જોતા બલકૌર સિંહે સમય પહેલા પોતાના પુત્રની પુણ્યતિથિ મનાવવાની જાહેરાત કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Lawrence Bishnoi Salman khan Siddhu Moosewala લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાન સિદ્ધુ મુસેવાલા Siddhu Moosewala
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ