બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill To Marry Sara Tendulkar Reveals UAE Cricketer

લવબર્ડમાંથી કપલ / શુભમન અને સારા તેંડુલકર પર ક્રિકેટરે કર્યો મોટો ઘટસ્ફોટ, અફેરની ચર્ચા વચ્ચે નવું આવ્યું

Hiralal

Last Updated: 03:09 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ અને સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર વચ્ચે અફેરની ચર્ચા વચ્ચે હવે તેમના લગ્નને લઈને પણ એક મોટો દાવો સામે આવ્યો છે.

  • સારા તેંડુલકર અને શુભમન ગિલના અફેરની ચર્ચા વચ્ચે લગ્નને લઈને મોટો દાવો 
  • ક્રિકેટર ચિરાગ સુરીનો ઘટસ્ફોટ, 'ટૂંક સમયમાં થશે બન્નેના લગ્ન
  • ચિરાગના દાવા બાદ શુભમને તેને અનફોલો કર્યો હોવાની પણ ચર્ચા 

ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર શુભમન ગિલ અને સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર વચ્ચે અફેરની ઘણા સમયથી ચર્ચા છે. તેઓ ખાનગીમાં એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના પણ રિપોર્ટ છે. જોકે હજુ સુધી એક પણે તેમના સંબંધોને લઈને મૌન તોડ્યું નથી પરંતુ તેમની વચ્ચે ખાનગીમાં કંઈ રંધાયું રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને આ વાતને હવે વેગ મળ્યો છે. શુભમન અને સારાના લગ્નને લઈને પણ પહેલો મોટો દાવો સામે આવ્યો છે. ક્રિકેટર ચિરાગ સુરીનો દાવો છે કે સારા તેંડુલકર અને શુભમન ગિલ ટૂંક સમયમાં લગ્ન કરી લેશે. 

શુભમન  સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે
2017 થી 2023ની વચ્ચે યુએઈનું પ્રતિનિધિત્વ કરનારા ક્રિકેટર ચિરાગ સૂરીએ તાજેતરમાં જ એક ચેટ શો દરમિયાન ખુલાસો કર્યો છે કે સારા અને શુભમન ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જી હા, ક્રિકેટરને શોના હોસ્ટે પૂછ્યું હતું કે આગળ કયો ખેલાડી લગ્ન કરવાનો છે. આ સવાલના જવાબમાં ચિરાગ સૂરીએ શુભમન ગિલનું નામ લીધું હતું. તેમણે એ વાતનો ખુલાસો પણ કર્યો અને પુષ્ટિ કરી કે શુભમન  સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો છે. ચિરાગ સુરીએ કહ્યું કે શુભમનની એક ગર્લફ્રેન્ડ છે. હું નથી કહેતો પણ જો તે હોય તો...". ત્યારબાદ હોસ્ટ તેને પૂછે છે કે, "તેની ગર્લફ્રેન્ડ કોણ છે, તેનું નામ શું છે?". ચિરાગ જવાબ આપે છે, "સારા, સચિન તેંડુલકરની પુત્રી." ઈન્ટરવ્યૂની આ વીડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. 

ઘટસ્ફોટને કારણે શુભમને ચિરાગને અનફોલો કર્યો-દાવો 
ચિરાગના આ મોટા ઘટસ્ફોટને કારણે સોશિયલ મીડિયામાં પણ ચર્ચા ઉપડી હતી. સોશિયલ મીડિયા યુઝર્સના એક વર્ગે એવો પણ દાવો કર્યો હતો કે, શુભમેને આ ઈન્ટરવ્યૂ બાદ ચિરાગ સુરીને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યો હતો.

શું બોલી સારા અલી ખાન 
સારા અલી ખાને ખુલાસો કર્યો છે કે લોકો ખોટી સારાનો પીછો કરી રહ્યા છે કારણ કે તે શુભમનની ગર્લફ્રેન્ડ નથી. તેણે સંકેત આપ્યો હતો કે સારા તેંડુલકર શુભમનની સોલમેટ છે અને સારા તેંડુલકર અને શુભમન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ