બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill has recovered from dengue, know when he will enter the World Cup field? Doctors give health update

સ્પોર્ટ્સ / ડેન્ગ્યુમાંથી સ્વસ્થ થઈ ગયેલો શુભમન ગિલ જાણો ક્યારે ઉતરશે વર્લ્ડકપના મેદાનમાં? ડૉક્ટરોએ આપી હેલ્થ અપડેટ

Megha

Last Updated: 09:31 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલ પાકિસ્તાન સામે રમશે કે નહીં એ વિશે BCCI દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી પણ ડેન્ગ્યુ બાદ સંપૂર્ણ ફિટ થવામાં કેટલો સમય લાગશે એ વિશે ડૉક્ટરે માહિતી આપી.

  • શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે વર્લ્ડ કપની પહેલી બે મેચ રમી શક્યો નથી
  • ગિલ સ્વસ્થ થઈ ઘરે પાછો ફર્યો પણ તે ક્યારે ટીમમાં પાછો ફરશે?
  • સામાન્ય રીતે ડેન્ગ્યુ બાદ સાજા થવામાં 10 થી 15 દિવસ લાગે છે 

ભારતના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પહેલા જ ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો હતો. શુભમન ગિલ ડેન્ગ્યુથી સંક્રમિત થયો હતો અને પહેલી બે મેચ તે રમી શક્યો નથી. જો કે હવે ગિલ સ્વસ્થ થઈ ગયો છે અને હોસ્પિટલમાંથી ઘરે પાછો ફર્યો છે પરંતુ ચાહકો તે જાણવા માટે ઉત્સુક છે કે તે ક્યારે ટીમમાં પાછો ફરશે?

સામાન્ય રીતે ડેન્ગ્યુ બાદ સાજા થવામાં 10 થી 15 દિવસ લાગે
મહત્વનું છે કે આ અંગે બીસીસીઆઈ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી પણ ડેન્ગ્યુ બાદ શુભમન ગિલને સંપૂર્ણ રીતે ફિટ થવામાં કેટલો સમય લાગશે એ વિશે ડૉક્ટરે માહિતી આપી છે. ડૉક્ટરના જણાવ્યા મુજબ ડેન્ગ્યુનો ઇલાજ વધુ પડતો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધાર રાખે છે. સામાન્ય રીતે તેને સાજા થવામાં 10 થી 15 દિવસ લાગે છે. જે લોકોને બેસીને ઓફિસનું કામ પૂરું કરવાનું હોય તેઓ અઠવાડિયા પછી પણ ઓફિસ જઈ શકે છે. 

પરંતુ જો શુભમન ગિલની વાત કરીએ તો તેને સાજા થવામાં 10-15 દિવસ લાગશે. તેમનું કામ દોડવાનું અને લાંબા સમય સુધી મેદાનમાં ઊભા રહેવાનું હોવાથી તે એક એવું કાર્ય છે જેના માટે શરીરે ઉચ્ચ સ્તરની ફિટનેસ હાંસલ કરવી પડે છે. એટલા માટે ગિલને ફરી મેદાનમાં ફરતા થોડો સમય લાગી શકે છે. 

ઘણી વખત ડેન્ગ્યુના કારણે વ્યક્તિ ખૂબ થાકી જાય છે
આવી સ્થિતિમાં જો શુભમન ગિલની વાત કરીએ તો તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં 10-15 દિવસનો સમય લાગશે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવા માટે આટલો સમય લાગશે જ્યાં તેને રમવાનું છે. ઘણી વખત ડેન્ગ્યુને કારણે લીવર એન્ઝાઇમ વધી જાય છે અને શરીરને આરામની જરૂર પડે છે. આવી સ્થિતિમાં જો તેઓ પૂરા સ્વસ્થ થયા વહેલા રમવા માટે આવે તો તેમને નુકસાન પણ થઈ શકે છે.

ગિલ પાકિસ્તાન સામે રમશે? 
શુભમન ગિલને ડેન્ગ્યુ હોવાની માહિતી 6 ઓક્ટોબરે આવી હતી. ડૉક્ટરોએ કહ્યું છે કે તેના સ્વસ્થ થવા માટે 10 થી 15 દિવસની સમય મર્યાદા છે. આવી સ્થિતિમાં તે 14 ઓક્ટોબરે પાકિસ્તાન અને 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાનારી વર્લ્ડ કપ મેચો પણ ચૂકી શકે છે. હા તે સંપૂર્ણ રીતે ફિટ થયા બાદ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમી શકે છે. 

બીસીસીઆઈએ શુભમન ગિલની હેલ્થ અપડેટ આપી હતી
બીસીસીઆઈએ હાલમાં જ કહ્યું હતું કે ડેન્ગ્યુથી પીડિત શુભમન ગિલની તબિયત પહેલા કરતા સારી છે. પરંતુ તેના રમવા અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું ન હતું. ગિલ ખરાબ તબિયતના કારણે વર્લ્ડ કપની પ્રથમ બે મેચ રમી શક્યો ન હતો. ગયા અઠવાડિયે તેમના પ્લેટલેટ્સ ઘટીને 70,000 થઈ ગયા હતા અને તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જોકે, 24 કલાક બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 

શુભમન ગિલ અમદાવાદ પહોંચ્યા 
આ બધા વચ્ચે શુભમન ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. ચહેરા પર માસ્ક પહેરીને તે અમદાવાદ એરપોર્ટના ગેટ નંબર છમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તે ટીમ ઈન્ડિયાની પ્રથમ બે મેચ પણ રમી શક્યો ન હતો. તેણે ટીમ સાથે પ્રવાસ પણ કર્યો ન હતો. હવે ટીમના આગમન પહેલા ગિલ અમદાવાદ પહોંચી ગયો છે. જ્યાં 14મી ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે જોરદાર મેચ રમાવાની છે. હવે જોવાનું રહ્યું કે ગિલ આ મેચ રમી શકશે કે નહીં.. 

શુબમન ગિલ ભારતીય ટીમ માટે કેમ મહત્વપૂર્ણ છે?
શુભમન ગીલે 35 ODI મેચ રમી છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 66.10ની એવરેજ અને 102.84ની સ્ટ્રાઈક રેટથી પોતાના બેટથી 1917 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 6 સદી અને 9 અડધી સદી છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે વનડે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ગિલે 11 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 30.40ની સરેરાશથી 304 રન બનાવ્યા છે. જ્યારે ગિલે 18 ટેસ્ટની 33 ઇનિંગ્સમાં 32.20ની એવરેજથી 966 રન બનાવ્યા છે. 

તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની આ સિઝનમાં 890 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તાજેતરમાં, તે એશિયા કપમાં પણ 302 રન સાથે ટોપ સ્કોરર હતો. છેલ્લી કેટલીક ઇનિંગ્સમાં તેનો સ્કોર 104, 74, 27*, 121, 19, 58 અને 67* રહ્યો છે. 

ભારતીય ટીમનું વર્લ્ડ કપ શેડ્યૂલ
8 ઑક્ટોબર vs ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ (ભારતીય ટીમ 6 વિકેટે જીતી)
11 ઑક્ટોબર vs અફઘાનિસ્તાન, દિલ્હી (ભારતીય ટીમ 8 વિકેટે જીતી)
14 ઑક્ટોબર vs પાકિસ્તાન, અમદાવાદ
19 ઑક્ટોબર vs બાંગ્લાદેશ,
22 ઑક્ટોબર vs ન્યૂઝીલેન્ડ, ધર્મશાલા
29 ઑક્ટોબર vs ઈંગ્લેન્ડ, લખનૌ
2 નવેમ્બર vs  શ્રીલંકા, મુંબઈ
5 નવેમ્બર vs દક્ષિણ આફ્રિકા, કોલકાતા
12 નવેમ્બર vs નેધરલેન્ડ, બેંગલુરુ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ