બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubman Gill admitted to the hospital, will not play a match against Pakistan? Know the update

World Cup 2023 / શુભમન ગિલ હોસ્પિટલમાં ભરતી, વધ્યું ટીમ ઇન્ડિયાનું ટેન્શન, શું પાકિસ્તાન વિરૂદ્ધ નહીં રમે મેચ? જાણો લેટેસ્ટ અપડેટ

Megha

Last Updated: 09:46 AM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલ અફઘાનિસ્તાન સામે નહીં રમે, સાથે જ પાકિસ્તાન સામે રમવાની શક્યતા પણ ઓછી દેખાઈ રહી છે. પ્લેટલેટ્સ ઘટવાને કારણે ગિલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

  • ODI ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનું ટેન્શન વધ્યું 
  • ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ હોસ્પિટલમાં ભરતી,
  • શું પાકિસ્તાન વિરૂદ્ધ નહીં રમે મેચ? 

ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમની મુશ્કેલીઓ વધી રહી હોય એવું લાગી રહ્યું છે. ડેન્ગ્યુની ચપેટમાં આવેલ ટીમના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલના પ્લેટલેટ્સ ઘટી ગયા હતા, જેના કારણે તેમને ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે ટીમનો ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે ઓસ્ટ્રેલિયા સામેની મેચ રમી શક્યો નહોતો. હવે તે અફઘાનિસ્તાન સામેની મેચમાંથી પણ બહાર થઈ ગયો છે. એવામાં હોસ્પિટલમાં દાખલ થયા કરાયા પછી હવે 14 ઓક્ટોબરે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચમાં રમવું પણ મુશ્કેલ લાગી રહ્યું છે.

અહેવાલ મુજબ, ભારતના ગિલને સોમવારે કાવેરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અત્યારે તે ત્યાંના નિષ્ણાતોની દેખરેખ હેઠળ છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ડોક્ટર રિઝવાન ખાન, જે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યા હતા, તેઓ પણ હવે યુવા ઓપનરની સંભાળ લઈ રહ્યા છે.

વર્લ્ડ કપની શરૂઆતની મેચોમાં જ ગિલ નથી રમી શકતો એ ટીમ માટે સંકટ છે કારણ કે તે આ સિઝનમાં તે શાનદાર ફોર્મમાં છે અને છેલ્લી 20 ODI મેચોમાં તેને 1230 રન બનાવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ