બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Shubhman Gill GT: life is moving a little too fast for Shubman Gill says Harsha Bhogle

IPL 2024 / શુભમન ગિલ ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન બનતા આ દિગ્ગજને લાગ્યો ડર, કહ્યું બેટિંગ પર પડી શકે અસર, જલદીમાં મળી જગ્યા?

Vaidehi

Last Updated: 06:40 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન ગિલને IPL 2024માં મોટી જવાબદારી મળી છે. તેમને ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ નિર્ણય પર હર્ષા ભોગલે સહિત અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે.

  • શુભમન ગિલને મળી ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ
  • હાર્દિક પંડ્યાનાં ટ્રેડ બાદ લેવાયો આ નિર્ણય
  • હર્ષા ભોગલેએ આ નિર્ણય બાદ આપી પ્રતિક્રિયા

વર્લ્ડ કપ 2023નું દુખ હજુ પૂરું નહોતું થયું ત્યાં તો ક્રિકેટ ફેન્સને સામે IPL 2024ની ઊથલ-પાથલને લઈને ખબરો સાંભળવા મળી. 19 ડિસેમ્બરનાં થવા જઈ રહેલ IPL ઓક્શનથી પહેલાં તમામ ટીમોએ પોતાના રિટેન પ્લેયર્સની લિસ્ટ સોંપી. હાર્દિક પંડ્યાનાં ટ્રેડિંગ બાદ હવે શુભમન ગિલને ગુજરાત ટાઈટન્સની કમાન સોંપવામાં આવી છે. આ નિર્ણય બાદ અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

હર્ષા ભોગલેની પ્રતિક્રિયા
ક્રિકેટ કોમેંટેટર હર્ષા ભોગલેએ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું કે તેમનું માનવું છે કે શુભમન ગિલ માટે બાબતો ઝડપભેર આગળ વધી રહી છે. હર્ષા ભોગલેએ X એકાઉન્ટ પર લખ્યું કે, 'મને લાગે છે કે શુભમન ગિલ માટે ચીજો ઘણી ઝડપથી આગળ વધી રહી છે. એક બેટરનાં ધોરણે આ વર્ષ તેમના માટે ઘણું સારું રહ્યું, તેમણે તેને આગળ વધારવાની જરૂરત છે કારણકે અત્યારે સાઉથ આફ્રીકાની ટેસ્ટ સીરીઝ અને ટી20 વર્લ્ડકપ 2024 આવવાનાં છે. જો તેઓ કેપ્ટનની જગ્યાએ કેન વિલિયમસનની છાયામાં રહીને આ સીઝન રમ્યા હોત તો વધુ સારું હોત અને તેની મદદથી તેઓ IPL 2025 માટે કેપ્ટન તરીકે તૈયાર હોત.'

શુભમન ગિલનો નિર્ણય સાચો કે ખોટો?
24 વર્ષની ઉંમરમાં IPLમાં કેપ્ટનશીપ મળવું કોઈ નવી વાત નથી. શુભમનથી પહેલાં શ્રેયસ ઐય્યર, ઋષભ પંત અને વિરાટ કોહલી પણ 23-24ની ઉંમરમાં IPL ટીમનાં કેપ્ટન બન્યાં હતાં. જો કે એક તર્ક એ પણ આપવામાં આવે છે કે શુભમન થોડા સમય પહેલાં જ બેટરનાં રૂપમાં ફોર્મમાં આવ્યાં છે અને ઈંટરનેશનલ ક્રિકેટને પણ એક્સપ્લોર કરી રહ્યાં છે તેથી તેમને ચાન્સ આપવામાં આવ્યો છે.

શુભમન ગિલનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
18 ટેસ્ટ- 966 રન- 2 સદી
44 વનડે- 2271 રન- 6 સદી
11 T20- 304 રન-, 1 સદી

શુભમન ગિલનો IPL રેકોર્ડ
91 મેચ- 2790 રન- 3 સદી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ