બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Shubham who committed suicide near Aaji Dam was found safe

રાજકોટ / આજી ડેમ પાસે આપઘાત કરવા ગયેલ શુભમ સુરક્ષિત મળી આવ્યો, વીડિયો બનાવી કહ્યું હતું, 'મમ્મી આઈ લવ, યુ... હું થાકી ગયો છું'

Malay

Last Updated: 01:26 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટના આજીડેમમાં આપઘાત કરવા જનાર શુભમ બગથરીયા નામનો યુવક હેમખેમ મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચતા બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે.

 

  •  શુભમ બગથરીયા નામનો યુવક પહોંચ્યો સિવિલમાં
  • ગઇકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયો 
  • આત્મહત્યા કરવા જતો હોવાનો વીડિયો કર્યો હતો વાયરલ

રાજકોટથી અત્યારે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો છે. શુભમ બગથરીયા નામનો યુવક સામેથી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો છે. મહત્વનું છે કે, યુવકે આજીડેમમાં આપઘાત કરવા જતાં પહેલા વીડિયો બનાવ્યો હતો. ગઇકાલે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે 12 કલાક સુધી ડેમમાં શોધખોળ કરી હતી.

સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો શુભમ
છેલ્લા 24 કલાકથી રાજકોટ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા શુભમ બગથરીયાને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં વીડિયો બનાવી આપઘાત કરવા જનાર યુવક હેમખેમ મળી આવ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો છે. આજે યુવક સામેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચતા દરેક વિચારમાં મૂકાઈ ગયા હતા. આ અંગની જાણ થતાં જ પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી છે. 

સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વીડિયો 
આપને જણાવી દઈએ કે, CAનો અભ્યાસ કરનારા અને બેન્કિંગ વ્યવહારો સંભાળનારા રાજકોટના 21 વર્ષીય શુભમ બગથરીયાનો આપઘાત કરવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાના કારણે શુભમ બગથરીયાની આજીડેમ ખાતે પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

યુવકે વીડીયોમાં શું કહ્યું હતું? 
યુવકે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારી પાસે એટલા પાપ થઈ ગયા છે ને કે એ હું શબ્દોમાં બયાન નથી કરી શકતો, આજી નદી છે, હું કૂદું છું, મારી જાન દઉં છું, કોઈનો કાંઇ વાંક નથી. મારા શેઠ બધા સારા હતા, એના 65,000 રૂપિયા, હર્ષના 30,000, અશ્વિનભાઈના 20,000 અને 15,000 એના શેરના ઓનલાઈન તીનપત્તીમાં હું હારી ગયો, એટલે જાન નથી દેતો, કારણ છે કેટલાય, હું જિંદગીથી હવે થાકી ગયો છું, હવે હું સ્યુસાઇડ કરવા માંગુ છું આ નદીમાં. બહુ થઈ ગયું, પપ્પા-મમ્મી આઇ લવ યુ. હસતાં રહેજો, અને બની શકે તો, મને માફ કરી દેજો, અને મારા વગર જિંદગી જીવવાનો ટ્રાય કરજો પ્લીઝ..


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ