બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shrawan maas 2023 donate jaggery silver shivling on first sawan somwar luck will shine

આસ્થા / શ્રાવણના પ્રથમ સોમવારે અવશ્ય કરો આ 6 ચીજોનું દાન, એકાએક ચમકી ઉઠશે સૂતેલી કિસ્મત

Manisha Jogi

Last Updated: 09:41 AM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ લઈ શકો છો અને તમામ મનોકામના પૂર્ણ થશે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ?

  • 59 દિવસનો શ્રાવણ મહિનો રહેશે
  • તમામ મનોકામના પૂર્ણ થશે
  • શ્રાવણ મહિનાના પહેલા સોમવારે આ વસ્તુઓનું કરો દાન

 ભગવાન ભોળેનાથ અને માઁ પાર્વતીને સમર્પિત શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે. શ્રાવણ માસમાં પુરુષોત્તમ માસ હોવાથી આ વર્ષ 59 દિવસનો શ્રાવણ મહિનો રહેશે. તમે ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ લઈ શકો છો અને તમામ મનોકામના પૂર્ણ થશે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

શ્રાવણ મહિનાના સોમવારે આ વસ્તુઓનું કરો દાન
ચાંદીના શિવલિંગ

જ્યોતિષશાસ્ત્ર અનુસાર મનોકામના પૂર્ણ કરવા અને તમામ કાર્યમાં સફળતા મેળવવા માટે શ્રાવણ મહિનાના સોમવારે મંદિરમાં ચાંદીના શિવલિંગનું દાન કરવું જોઈએ. 

સર્પ જોડી
જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં સર્પદોષ હોય તો શ્રાવણ મહિનાના સોમવારે નાગ-નાગણની જોડી મંદિરમાં દાન કરવી જોઈએ. જેથી કાળસર્પ દોષની અસર ઓછી થઈ શકે છે. 

ચોખાનું દાન
કુંડળીમાં ચંદ્રને મજબૂત કરવા માટે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને ગરીબોને ચોખાનું દાન કરવું જોઈએ. ઉપરાંત ચોખાની ખીર બનાવીને ભગવાન શિવને સમર્પિત કરવી જોઈએ. આ ખીરનું પ્રસાદ તરીકે વિતરણ કરવું જોઈએ, જેથી ભગવાન શંભુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે. 

રૂદ્રાક્ષનું દાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શારીરિક તથા માનસિકરૂપે પરેશાન છો, તો શ્રાવણ મહિનાના સોમવારે રૂદ્રાક્ષનું દાન કરવું. આ પ્રકારે કરવાથી શારીરિક અને માનસિક પરેશાની દૂર થાય છે તથા તમામ મનોકામના પૂર્ણ થાય છે. 

ગોળનું દાન
આર્થિક પરેશાની દૂર કરવા માટે શ્રાવણ મહિનાના સોમવારે જરૂરિયાતમંદ વ્યક્તિ અથવા ગરીબ વ્યક્તિને ગોળનું દાન કરવું જોઈએ. જેથી ધન સંબંધિત સમસ્યા દૂર થઈ શકે છે. 

તલનું દાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માનસિકરૂપે પરેશાન છો તો શ્રાવણ મહિનાના સોમવારે કાળા તલનું દાન કરવું જોઈએ. જેથી કુંડળીમાં અશુભ ગ્રહ શુભતામાં પરિવર્તિત થવા લાગે છે અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. 

નોંધ- હિન્દી કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો 4 જુલાઇ (આજ) થી શરૂ થશે, ગુજરાતમાં 17મીએ સોમવતી અમાસ અને 18 જુલાઇથી શ્રાવણ મહિનો શરૂ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ