બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / short height boy stunt video gone viral on social media people say great talent

VIDEO / છોટે ઉસ્તાદે કમાલ કરી, કર્યા એવા કરતબ કે VIDEO જોઈને કહેશો 'નાનો પણ રાઈનો દાણો'

MayurN

Last Updated: 02:23 PM, 27 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક નાનકડા ઉસ્તાદનો વિડીયો વાયરલ થયો છે. જેને જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા. ટુંકા કદના આં વ્યક્તિને જોઈને લોકો બોલી વાહ ગજબ !!!

  • એક નાનકડા ઉસ્તાદનો વિડીયો વાયરલ 
  • વાયરલ વિડીયોમાં બાળક હવામાં કલાબાજી કરે છે
  • લોકોએ કહ્યું નાના ઉસ્તાદમાં ગજબ ટેલેન્ટ

વાયરલ વિડીયો 
આપણી દુનિયા ટેલેન્ટેડ લોકોથી ભરેલી છે. લોકોમાં એકથી વધુ એવી પ્રતિભા હોય છે, જેને જોઇને દુનિયા આશ્ચર્યમાં પડી જાય છે. કોઇ પોતાના જાદુથી લોકોને હેરાન કરી દે છે તો કોઇ પોતાના ખતરનાક સ્ટંટ અને અદ્ઘભૂત કરતબોથી. ત્યારે સોશિયલ મીડિયા પર એક નાનકડા ઉસ્તાદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ નાનકડા ઉસ્તાદે સૌને ચોંકાવી દીધા છે. જે કોઈ પણ આ ઉસ્તાદનો વીડિયો ઇન્ટરનેટ પર જુએ છે તે સ્તબ્ધ રહી જાય છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને નાના ઉસ્તાદના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NOVAIC ™ (@novaic)

વીડિયોએ ધૂમ મચાવી
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવી રીતે આ બાળક હાથનો ઉપયોગ કર્યા વગર કમાલનું પરાક્રમ બતાવી રહ્યું છે. તે હવામાં કલાબાજી મારતો દેખાઈ છે અને પછી એક સરસ રીતે દોડીને બેકફ્લિપ મારે છે. આ નાના કદની વ્યક્તિનું પરફેક્શન આશ્ચર્યજનક છે.

આ વીડિયો લાખો લોકોએ જોયો 
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર નોવેક નામની આઈડી પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો વખત જોવામાં આવ્યો છે. 1 જૂનના રોજ અપલોડ કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી 12 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું છે કે, "નાના ઉસ્તાદમાં ગજબ ટેલેન્ટ છે." જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે, "તેના પગ એવા ચાલી રહ્યા છે જાણે સ્પ્રિંગ ફીટ કરી હોય."

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ