બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / ધર્મ / Shop not only on Dhanteras, but also tomorrow and day after tomorrow, auspicious coincidence is happening

ધર્મ / ધનતેરસ જ નહીં, કાલે અને પરમ દિવસે પણ કરો ખરીદી: આખું વર્ષે ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ, બની રહ્યો છે શુભ સંયોગ

Megha

Last Updated: 12:20 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના થોડા દિવસો પહેલા એટલે કે 4 અને 5 નવેમ્બરે ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આવો સંયોગ લગભગ 400 વર્ષ પછી બની રહ્યો છે

  • દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા
  • 4 અને 5 નવેમ્બરે ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે
  • ધનતેરસ પહેલા ખરીદી કે રોકાણ જેવા કાર્યો બે દિવસમાં કરી શકો 

દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિવાળીની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. ખાસ કરીને આ તહેવાર પર લોકો ખરીદી અને રોકાણ જેવા કામ ખાસ કરતા હોય છે. એમાં પણ દિવાળીના બે દિવસ પહેલા આવતી ધનતેરસ પર લોકો સોના-ચાંદીની ખરીદી કરતા હોય છે. 

દિવાળીમાં ઓનલાઈન શોપિંગ કરનારાઓ માટે ખાસ સમાચાર, આ રીતે થઈ રહ્યાં છે ફ્રોડ,  જાણી લો નહીંતર પસ્તાશો | Beware of Online Shopping scams Dont lose money in  Diwali sales Top tips

એવામાં હવે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દિવાળીના થોડા દિવસો પહેલા એટલે કે આવતીકાલથી 4 અને 5 નવેમ્બરે ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે આવો સંયોગ લગભગ 400 વર્ષ પછી બની રહ્યો છે અને દિવાળી પહેલા જો તમે ખરીદી કે રોકાણ જેવા કોઈ શુભ કાર્ય કરવા ઈચ્છતા હોવ તો આ બે દિવસમાં કરી શકો છો. 

સામાન્ય લોકો ખરીદી માટે ધનતેરસની રાહ જોતા હોય છે પરંતુ આ વર્ષે ધનતેરસ પહેલા આવો દુર્લભ સંયોગ બની રહ્યો છે જે ખરીદી માટે ધનતેરસ કરતા પણ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. ધનતેરસ પહેલા 4 અને 5 નવેમ્બરે પુષ્ય નક્ષત્રનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે પુષ્ય નક્ષત્રની સાથે અન્ય ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે. પુષ્ય નક્ષત્ર યોગ સોનું-ચાંદી, જમીન, મકાન અને મિલકત ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

DIWALI 2023 Shop on the day of Dhanteras but know this rule especially, otherwise you will come home with bad luck in your...

આ દિવસે પુષ્ય નક્ષત્રની સાથે અન્ય ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે. પુષ્ય નક્ષત્ર યોગ સોનું-ચાંદી, જમીન, મકાન અને મિલકત ખરીદવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 4 નવેમ્બરે બુધાદિત્ય યોગ, પરાક્રમી યોગ અને સાધ્યયોગનો વિશેષ સંયોગ રચાઈ રહ્યો છે. જ્યારે બીજા દિવસે એટલે કે 5 નવેમ્બરે રવિ પુષ્પ યોગ બનવાના કારણે સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ સર્જાઈ રહ્યો છે.

પુષ્ય નક્ષત્ર શું છે?
જ્યોતિષશાસ્ત્રમાં કુલ 27 નક્ષત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે અને તેમાંથી પુષ્ય નક્ષત્ર આઠમું નક્ષત્ર છે. આ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને શુભ ફળ આપે છે. આ નક્ષત્રને શ્રેષ્ઠ અને નક્ષત્રોનો રાજા માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રને તિષ્ય અને અમરેજ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તિષ્ય એટલે શુભ નક્ષત્ર અને અમરેજ્ય એટલે દેવતાઓ દ્વારા પૂજતું નક્ષત્ર. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિદેવ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ