બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Shocking statement of Congress MLA Suresh Patel

ગુજરાત ઇલેક્શન / માણસા-કલોલ બેઠક પરથી ચૂંટણી લડવા અંગે કોંગી MLA સુરેશ પટેલનું ચોંકાવનારું નિવેદન, કહ્યું પ્રચાર કરીશ પણ....

Malay

Last Updated: 01:52 PM, 7 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી એક મોટા સમાચાર આવ્યા છે. માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલે નાદુરસ્ત તબિયતના કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

  • વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની તડામાર તૈયારી
  • કોંગ્રેસના MLA સુરેશ પટેલ નહીં લડે વિધાનસભા ચૂંટણી
  • સ્વાસ્થ્યના કારણોસર ચૂંટણી નહીં લડુ: સુરેશ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. 

ધારાસભ્ય સુરેશ પટેલની ચૂંટણી ન લડવાની જાહેરાત
માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે. તેઓએ સ્વાસ્થ્યના કારણોસર ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. આ અંગે માણસાના કોંગ્રેસના ધારાસભ્ય સુરેશ પટેલે VTV સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 'પાર્ટીએ મને ચૂંટણી લડવા માટે કહ્યું પરંતુ મેં સામેથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. સ્વાસ્થ્યના કારણોસર હું ચૂંટણી નહીં લડુ. પાર્ટી સામે મને કોઈ નારાજગી નથી. હું કોંગ્રેસ માટે પ્રચાર કરતો રહીશ.' સાથે જ સુરેશ પટેલ બીજા કોઈ પક્ષમાં પણ નહીં જોડાય તેવી ખાતરી પણ આપી છે.

જગદીશભાઈ ઠાકોરે પણ સુરેશ પટેલને કર્યો હતો ખાસ આગ્રહ
મહત્વનું છે કે, કોંગ્રેસ પક્ષ દ્વારા વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવેશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ માણસા બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય સુરેશ પટેલ ફરીથી ચૂંટણી લડશે તેવી પૂરેપૂરી શક્યતા હતી. માણસા ખાતે યોજાયેલી પરિવર્તન સંકલ્પ યાત્રાની સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પણ સુરેશ પટેલને ચૂંટણી લડવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. જોકે, સુરેશભાઈએ વિનમ્રતાથી પક્ષનો આભાર માની ચૂંટણી નહીં લડવા માટેની જાહેરાત કરી હતી. સુરેશ પટેલે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા હવે આ બેઠક પર બધા દાવેદારો પૈકી પૂર્વ ધારાસભ્ય બાબુસિંહ ઠાકોરનું નામ લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ