બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Shivranjani did not meet Prannath in Chhatarpur's Bageshwardham, had to return without meeting Dhirendra Shastri

બાગેશ્વર ધામ / વિલા મોઢે શિવરંજનીએ બાગેશ્વરથી પરત ફરવું પડ્યું, ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવાનું સપનું રહી ગયું અધૂરું, જાણો કારણ

Megha

Last Updated: 11:10 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લઈને 1300 કિલોમીટર ચાલીને MBBSની વિદ્યાર્થીની શિવરંજની બાગેશ્વર ધામ પંહોચી હતી પણ બાબા બાગેશ્વર 5 દિવસ અજ્ઞાતવાસ પર ગયા છે

  • MBBSની વિદ્યાર્થીની શિવરંજનીને બાગેશ્વર બાબાને મળ્યા વિના પરત ફરવું પડ્યું 
  • ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લઈને 1300 કિલોમીટર ચાલી પંહોચી 
  • બાબા બાગેશ્વર 5 દિવસ અજ્ઞાતવાસ પર ગયા છે 

ગંગોત્રી ધામથી બાગેશ્વર ધામ પહોંચેલી MBBSની વિદ્યાર્થીની શિવરંજની તિવારીને 'પ્રાણનાથ'ને મળ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં, તે બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાની પ્રતિજ્ઞા લઈને 1300 કિલોમીટર ચાલીને અહીં પહોંચી હતી. પરંતુ તે બાબાને જોઈ શકી નહતી અને હવે શિવરંજનીએ તેમને મળ્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.

મળતી માહિતી મુજબ શિવરંજની 16 જૂને રાત્રે લગભગ 10 વાગ્યે સમયસર બાગેશ્વર ધામ પહોંચી ગયા હતા. શિવરંજની તિવારીએ બાગેશ્વર ધામના ભોલેનાથને ગંગા કલશનું જળ અર્પણ કર્યું હતું પરંતુ તેમના 'પ્રાણનાથ' એટલે કે બાબા બાગેશ્વરને મળ્યા વિના જ પાછા ફરવું પડ્યું. પાછા ફરતા સમયે નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી કારણ કે તે યાત્રા પર ચાલતી વખતે સતત સ્મિત કરતી હતી. પરંતુ જ્યારથી શિવરંજનીને ખબર પડી કે બાબા બાગેશ્વર ત્યાં હાજર નથી અને તેઓ 5 દિવસથી અજ્ઞાતવાસ પર ગયા છે. ત્યારથી શિવરંજનીના ચહેરા પર નિરાશા દેખાવા લાગી.

શિવરંજનીનું સપનું હતું કે જ્યારે તે બાગેશ્વર ધામ પહોંચશે ત્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેના ભાવિ ચિઠ્ઠી ખોલશે પણ શિવરંજનીના ભવિષ્યનો તે કાગળ ખૂલી શક્યો નહીં, જેમાં તે પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સાથે લગ્ન કરવાનું સપનું જોઈ રહી હતી. જેની ચર્ચા મીડિયાની હેડલાઇન્સમાં પણ રહી હતી.

બાગેશ્વર ધામ પહોંચ્યા બાદ ભોલેનાથને જળ ચડાવ્યું ત્યારે તેણે મીડિયા સાથે વાત કરી ન હતી અને નિરાશ ચહેરા સાથે પરત ફર્યા હતા. શિવરંજનીએ 16 જૂને બપોરે 1 વાગ્યે મીડિયા સાથે વાત કરી હતી. ક્યાં તેને કહ્યું કે બાબા બાગેશ્વરનો એકાંત સમાપ્ત ન થાય ત્યાં સુધી ફરી દરબાર યોજવાની રાહ જોશે? આ સવાલના જવાબમાં શિવરંજનીએ કહ્યું હતું કે હવે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામમાં નથી તો હું અંહિયા રહીને શું કરીશ. જ્યારે તે આવશે, ત્યારે જ દરબાર યોજાશે. અત્યારે હું પાણી અર્પણ કરીને ઘરે જઈશ.

જ્યારે શિવરંજનીને પૂછવામાં આવ્યું કે બાબા બાગેશ્વરે તમને દીકરી કહી છે તો તમે આના પર શું કહેવા માગો છો? શિવરંજનીએ કહ્યું કે મેં ક્યારેય સાંભળ્યું નથી કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ મને દીકરી કહીને બોલાવી છે, હું તેમને પ્રાણનાથ એટલે મારા ભગવાન માનું છું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ