બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Shivaji Maharajs Wagh Nakh coming back to india from uk

Wagh Nakh / છત્રપતિ શિવાજી મહારાજનો વાઘનખ ભારત પરત લવાશે, સરકારની તૈયારીઓ પૂર્ણ: આ જ હથિયારથી અફઝલ ખાનને ચીરીને મોતને ઘાટ ઉતાર્યો હતો

Arohi

Last Updated: 04:46 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shivaji Maharaj's Wagh Nakh: મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે કહ્યું કે વાઘ નખ અમારા માટે ફક્ત એક વસ્તુ નથી. પરંતુ આસ્થાનું પ્રતીક છે. જલ્દી તેને ભારત પરત લાવીશું.

  • ભારત આવશે છત્રપતિ શિવાજી મહારાજનો વાઘ નખ 
  • શિવાજી મહારાજે તેનાથી અફઝલ ખાનને માર્યો હતો 
  • એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે

બ્રિટનના અધિકારી વાઘ નખને પરત આપવા માટે તૈયાર છે. એવામાં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા વાઘના પંજાના આકારના ખંજર 'વાઘ નખ'ની ઘર વાપસી થવાની છે. છત્રપતિ શિવાજી મહારાજે આ વાઘના પંજાના આકારના ખંજરનો ઉપયોગ 1659માં બીજાપુરના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો. 

એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવશે
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવાર ઓક્ટોબરમાં તેને પરત ભારત લાવવાની ઓફિશ્યલ પ્રક્રિયા માટે લંડન જશે. ત્યાં તે વિક્ટોરિયા અને અલ્બર્ટ સંગ્રહાલયની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરશે. આ સંગ્રહાલયમાં આ નખ રાખેલો છે. જો બધુ બરાબર રહ્યું તો વાઘ નખ આ વર્ષે દેશમાં પરત આવી જશે. 

આ દિવસે જશે લેવા 
વાઘ નખ પરત લાવવા પર મંત્રી મુનગંટીવારે કહ્યું કે અમે ઓક્ટોબરના લંડન જઈશું. ત્યાં 3 ઓક્ટોબરે એક એમઓયુ પર સાઈન કરીશુ અને નવેમ્બરમાં અમે વાઘ નખને લઈને આવશું. તેણે એમ પણ કહ્યું કે એમઓયુ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે તેમની અમુક શરતો છે. 

આસ્થાનો પ્રતિક વાઘ નખ 
મંત્રીએ કહ્યું છે કે અમે વિચાર્યું હતું કે આખા મહારાષ્ટ્રમાં તેને અલગ અલગ જગ્યાએ લઈ જઈશું. પરંતુ તેમણે ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યું છે કે અમે એક યોજના બનાવી છે. જોઈએ આગળ શું થશે. તેમણે કહ્યું કે વાઘ નખ અમારા માટે ફક્ત એક વસ્તુ નથી. પરંતુ આસ્થાનું પ્રતીક છે. 

શું છે વાઘ નખ? 
ઘાતુના પંજા કે વાઘ નખ એક હથિયાર છે. જેને હાથમાં પહેરવામાં આવે છે. તેમાં ક્રોસબાર સાથે જોડાયેલા ચાર કે પાંચ બ્લેડ હોય છે. આ હથિયારનો ઉપયોગ શિવાજી મહારાજને બીજાપુરના આદિલ શાહી વંશના સેનાપતિ અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ