બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Sheezan Khan is trapped in the Tunisha suicide case, see what the court ordered

હત્યા કે આત્મહત્યા? / તુનિશા સુસાઇડ કેસમાં શીઝાન ખાન બરાબરનો ફસાયો, કોર્ટે જુઓ શું આદેશ આપ્યો

Megha

Last Updated: 01:17 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શીઝાન ખાનની પોલીસ કસ્ટડી પૂરી થવા જઈ રહી હતી એ પહેલા પોલીસે તેને વસઇ કોર્ટમાં પેશ કર્યો હતો અને અને ત્યાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.

  • તુનીશા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી
  • અત્યાર સુધી આ કેસમાં ઘણા મોટા ખુલાસાઓ થઈ ગયા છે
  • શીઝાનને કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો

ટીવી સીરિયલ 'અલી બાબા-દાસ્તાન-એ-કાબુલ'ની અભિનેત્રી તુનિશા શર્માના નિધનથી દરેક લોકો આઘાતમાં છે. 20 વર્ષીય અભિનેત્રીની અચાનક આત્મહત્યા બાદથી આ મામલે ઘણા એંગલ સામે આવી રહ્યા છે. તુનિશાનો પરિવાર સતત ન્યાયની માંગ કરી રહ્યો છે. તુનિશા આત્મહત્યા કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. તુનીશાએ 24 ડિસેમ્બરે સેટ પર આત્મહત્યા કરી લીધી હતી. તુનીશા આત્મહત્યા કેસમાં તેના કો-એકટર શીઝાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. 

આજે શીઝાન ખાનની પોલીસ કસ્ટડી પૂરી થવા જઈ રહી હતી એ પહેલા પોલીસે તેને વસઇ કોર્ટમાં પેશ કર્યો હતો અને અને ત્યાં કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. અત્યાર સુધી આ કેસમાં ઘણા મોટા ખુલાસાઓ થઈ ગયા છે અને તેમાં એમ પણ સામે આવ્યું છે કે શીઝાન તુનિશા સાથે મારપીટ પણ કરતો હતો. 

જણાવી દઈએ કે શીઝાનનો પરિવાર હવે આ કેસમાં વહેલી તકે જામીન અરજી દાખલ કરશે અને આ માટે પેપરવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે. આજે કોર્ટમાં હાજરી દરમિયાન સરકારી પક્ષે કહ્યું હતું કે આરોપી શીઝાન તુનીશાને ઉર્દૂ શીખવી રહ્યો હતો અને સેટ પર તેને થપ્પડ મારી હતી. આ સિવાય પૂછપરછ દરમિયાન તે પોતાનું ઈમેલ આઈડી અને અન્ય પાસવર્ડ જણાવતો નથી. 

શીજાન વકીલે શું કહ્યું?
આરોપી શીઝાનના વકીલે સામે જણાવ્યું હતું કે જ્યારે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે તો પછી કસ્ટડીની શું જરૂર છે? જણાવી દઈએ કે શીઝાન છેલ્લા 4 દિવસથી કસ્ટડીમાં હતો. શીઝાનના વકીલ શરદ રાયે કોર્ટમાં જતા જણાવ્યું હતું કે તે આજે તેઓ રિમાન્ડનો વિરોધ કરશે અને તેને ન્યાયિક કસ્ટડી મળે તેવી અપેક્ષા છે. 

ક્યાં સુધી પંહોચી પોલીસની તપાસ? 
જણાવી દઈએ કે પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા છે અને પોલીસના જણાવ્યા અનુસાર શીઝાન તપાસમાં સહકાર આપી રહ્યો નથી. આ સિવાય ચેટ અંગે તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે પણ તે વારંવાર પોતાના નિવેદનો બદલી રહ્યો છે. જણાવી દઈએ કે મુંબઈની વસઈ કોર્ટે શીઝાનના 4 દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા હતા. શીઝાનને 28 ડિસેમ્બરે પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

જણાવી દઈએ કે શુક્રવારે અભિનેત્રીની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને શીઝાન પર ઘણા આરોપ લગાવ્યા હતા અને શીઝાનને કડક સજા મળે એવી માંગ પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ