બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / shani vakri in kumbh money success on 5 zodiacs they get promotion

શનિ વક્રી / 17 જૂનની રાત્રે થયું મહાગોચર: હવે આગામી 140 દિવસ આ 5 રાશિ પર મહેરબાન હશે શનિ, મળશે અપાર ધન અને સફળતા

Manisha Jogi

Last Updated: 11:08 AM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિ 17 જૂનના રોજ રાત્રે કુંભ રાશિમાં વક્રી થઈ ગયા છે અને 4 નવેમ્બરના રોજ માર્ગી થશે અને 140 દિવસ સુધી તમામ રાશિઓ પર શુભ અશુભ અસર થશે.

  • શનિ 17 જૂનના રોજ રાત્રે કુંભ રાશિમાં વક્રી
  • અને 140 દિવસ સુધી આ  5 રાશિના જાતકોનું ચમકી જશે ભાગ્ય
  • જાણો કઈ રાશિના જાતકોને થશે ધનલાભ

શનિ જ્યારે પણ ગોચર કરે છે, ત્યારે તમામ રાશિના જાતકો પર અસર થાય છે. શનિ 17 જૂનના રોજ રાત્રે કુંભ રાશિમાં વક્રી થઈ ગયા છે અને 4 નવેમ્બરના રોજ માર્ગી થશે અને 140 દિવસ સુધી તમામ રાશિઓ પર શુભ અશુભ અસર થશે. શનિ વક્રી થવાને કારણે કઈ 5 રાશિના જાતકોને શુભ ફળ પ્રાપ્ત થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

શનિ વક્રી રાશિફળ-
મેષ- શનિ વક્રીના કારણે મેષ રાશિના જાતકો પર શુભ અસર થશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરિયાત વર્ગની પ્રગતિ થશે. સામાજિક વર્ચસ્વ વધશે, ઉચ્ચ પદાધિકારીઓ સાથે સારા સંબંધ બનશે. 

વૃષભ- શનિ કુંભ રાશિમાં વક્રી થવાને કારણે વૃષભ રાશિના જાતકોને લાભ થઈ શકે છે. કરિઅરમાં પ્રગતિ થશે, આકસ્મિક ધનલાભ થશે. કામનો બોજ, તણાવ અને થાક વધશે. સંપત્તિ સંબંધિત સમસ્યાનું નિવારણ આવશે. 

મિથુન- શનિદેવની શુભ દ્રષ્ટી મિથુન રાશિના જાતકો પર પડી શકે છે. વિદેશમાં રહેવા અથવા મોટી કંપનીમાં કામ કરવાની તક મળી શકે છે. વિદ્યાર્થીઓનું વિદેશમાં ભણવાનું સપનું પૂર્ણ થઈ શકે છે. નોકરી અને બિઝનેસ માટે હાલનો સમય સારો છે. આવક વધશે. 

કન્યા- શનિ વક્રી થવાને કારણે કન્યા રાશિના જાતકોને બિઝનેસ અને નોકરીમાં લાભ થશે. તમામ કામમાં સફળતા મળશે, આવક વધશે. કોઈ મહત્ત્વપૂર્ણ કામ માટે લોન લઈ શકો છો. 

ધન- શનિ  વક્રી ધન રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. 

 (DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ