બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 06:35 PM, 13 September 2023
ADVERTISEMENT
શનિનું નામ સાંભળીને લોકોનાં પરસેવા છૂટી જાય છે. કારણકે શનિ કોઈ દિવસ કોઈ પર દયા નથી કરતાં. તે એવા લોકો માટે દયાભાવ રાખતા જ નથી જે નિયમ, અનુસાશન, દયા, દાન વગેરે નથી કરતાં. જાણો કઈ રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. અને શું છે ઉપાય?
કર્મોનું ફળ આપે છે
શનિદેવ જ મનુષ્યોને તેમના કર્મોનું ફળ આપે છે. કર્માનુસાર શનિ શુભ-અશુભ ફળ પ્રદાન કરે છે. શનિનાં આ જ ગુણને કારણે તેમને કળયુગનાં ન્યાયાધીશ માનવામાં આવે છે. શનિને હંમેશા ખુશ રાખવા જોઈએ નહીંતર શનિ સાડાસાતી, શનિ ઢૈયા અને શનિ મહાદશાનાં સમયે ખતરનાક પરિણામ મળી શકે છે.
ADVERTISEMENT
શનિ સાડાસાતી 2023
રાશિ | ચરણ |
મકર | અંતિમ ચરણ |
કુંભ | મધ્ય ચરણ |
મીન | પ્રથમ ચરણ |
કર્ક | ઢૈયા |
વૃશ્ચિક | ઢૈયા |
રાશિ માટે ઉપાય
શનિની દ્રષ્ટિ કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિ પર છે. તેથી આ રાશિનાં લોકોએ વિશેષ સાવધાની રાખવાની આવશ્યકતા છે. શનિ નારાજ ન થાય અને શુભ ફળ પ્રદાન કરે તે માટે આ બાબતોને ધ્યાનમાં લેવું:
કંફર્ટ ઝોનથી બહાર આવવું
શનિનો નેચર કર્મપ્રધાન છે. શનિ મહેનતુ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી જે લોકો આળસ કરે છે અને આજનાં કામને કાલ પર ટાળવાનાં પ્રયાસ કરે છે શનિવેદ એ લોકોને માફ નથી કરતાં અને કઠોર દંડ આપે છે.
પડકારોથી ગભરાવું નહીં
કોઈપણ પરીક્ષા કે પડકારથી ગભરાવું નહીં. જે લોકો પડકારોનો સામનો કરે છે શનિદેવ તેમને પોતાની દશા અને સાડાસાતી, ઢૈયા દરમિયાન પણ શુભ ફળ પ્રદાન કરે છે.
કમજોર લોકોની મદદ કરવી
શનિદેવ એ લોકોને ઘણાં ખુશ રાખે છે જે કમજોરોને મદદ કરે છે. સમય આવવા પર શનિ ચમત્કારી ફળ પ્રદાન કરે છે.
શનિ ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.