બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 'Shame on police-media, criminals are taking law into their own hands', Mamata Banerjee's anger erupted

અતીક અહેમદની હત્યા / 'શર્મનાક કે પોલીસ-મીડિયા સામે ગુનેગારો કાયદો હાથમાં લઈ રહ્યાં છે', ફૂટ્યો મમતા બેનરજીનો ગુસ્સો

Pravin Joshi

Last Updated: 05:23 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Atiq Ahmed Shot Dead: ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે પ્રયાગરાજ યુપીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મમતા બેનર્જીએ પહેલી પ્રતિક્રિયા આપી.

  • અતીક અહેમદ અને તેના ભાઈની અશરફની હત્યા 
  • મમતા બેનર્જીએ હત્યા મામલે સરકાર પર કર્યા પ્રહાર
  • ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા  ઉડ્યા

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ અતીક અહેમદ અને તેના ભાઈની હત્યા પર યુપી સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે રવિવારે (16 એપ્રિલ) કહ્યું કે હું ઉત્તર પ્રદેશમાં અરાજકતા અને કાયદો અને વ્યવસ્થાના સંપૂર્ણપણે ધજાગરા ઉડી ગયા. તે શરમજનક છે કે ગુનેગારો હવે પોલીસ (યુપી પોલીસ) અને મીડિયાની હાજરીની ચિંતા કર્યા વિના કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે. આપણા બંધારણીય લોકતંત્રમાં આવા ગેરકાયદેસર કૃત્યોને કોઈ સ્થાન નથી. ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને શનિવારે મોડી રાત્રે ઉત્તર પ્રદેશ પોલીસની કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવતા ગોળી મારી દેવામાં આવી હતી. આ હત્યા મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

 

એન્કાઉન્ટરમાં અતીકનો પુત્ર અસદ પણ માર્યો ગયો હતો

અતીક અને તેના ભાઈની હત્યાના બે દિવસ પહેલા ઝાંસીમાં ઉત્તર પ્રદેશ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં અતીકનો પુત્ર અસદ પણ માર્યો ગયો હતો. વિપક્ષી નેતાઓએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. પૂર્વ સાંસદ અતીક અહેમદ અને તેમના પૂર્વ ધારાસભ્ય ભાઈ અશરફની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવ્યા બાદ વિપક્ષી નેતાઓએ ભાજપ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. મમતા બેનર્જી સિવાય ટીએમસીના અન્ય ઘણા નેતાઓએ પણ યોગી સરકારની ટીકા કરી છે. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે દેશ માફિયા રાજમાં ફેરવાઈ ગયો છે.

આ કાયદાના શાસનની હત્યા 

તેમણે કહ્યું કે ભાજપે ભારતને માફિયા ગણતંત્ર બનાવી દીધું છે. હું અહીં કહીશ, હું વિદેશમાં કહીશ, હું દરેક જગ્યાએ કહીશ કારણ કે તે સાચું છે. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓની હાજરીમાં અને કેમેરાની સામે બે લોકોને કસ્ટડીમાં ઠાર કરવામાં આવ્યા હતા. આ કાયદાના શાસનની હત્યા છે.

સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ થવી જોઈએ

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ હત્યાને લઈને ઉત્તર પ્રદેશમાં સત્તારૂઢ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના રાજીનામાની માંગ કરી. તેમણે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આ મામલાની તપાસની પણ વિનંતી કરી હતી. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં ભાજપ કાયદાના આધારે નહીં, બંદૂકના આધારે સરકાર ચલાવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ