તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ શૈલેષ લોઢાએ શૉ ક્વિટ કર્યો હોવાની ચર્ચા બની તેજ. નવા શોનું ટીઝર આવતા ફેન્સ આપી રહ્યા છે શુભેચ્છાઓ
શૈલેષ લોઢા કરી રહ્યા છે નવો શૉ
વાહ ભાઇ વાહનું ટીઝર આવ્યુ સામે
શેમારુ ટીવીએ ટ્વિટ કર્યુ ટિઝર
ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પરમ મિત્ર તારકમહેતાનો રોલ નિભાવનાર શૈલેષ લોઢાએ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ તારક મહેતાને અલવિદા કહી દીધુ છે. જો કે હજી સુધી કોઇ સત્તાવાર જાહેરાત તેમણે કરી નથી. પરંતુ એક નવા શૉનું ટીઝર સામે આવ્યુ છે જેમાં તારકમહેતા જોવા મળી રહ્યા છે. જે પરથી લોકોમાં ચર્ચા એ છે કે તારક મહેતાને અલવિદા કરીને શૈલેષ લોઢા નવો શો શરુ કરી રહ્યા છે.
તારક મહેતાની નવા શૉમાં ઝલક
શેમારુ ટીવીએ એક ટ્વિટ કર્યુ છે. જેમાં વાહ ભાઇ વાહ નામના શૉની જાહેરાત કરી. આ શૉના ટીઝરમાં શૈલેષ લોઢા જોવા મળી રહ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે શૈલેષ હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડીને એક નવા શો દ્વારા તેની નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. તેણે આજથી આ શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે, જેની કેટલીક તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર છે.
વાહ ભાઇ વાહનું ટીઝર આવ્યુ સામે
શેમારૂ ટીવીએ એક ટ્વીટમાં શોનું ટીઝર પણ શેર કર્યું છે, જેમાં શૈલેષ પાછળથી જોવા મળી રહ્યો છે અને તેના કેપ્શનમાં લખ્યું છે, 'વાહ ભાઈ વાહ! જો તમને ખબર હોય તો, આ કોણ છે, કોણ આવી રહ્યું છે નવો શો લઈને? ટૂંક સમયમાં જ જુઓ માત્ર #ShemarooTV પર.' તે જ સમયે, ટીઝર વીડિયોમાં શૈલેષ કહે છે, 'તૈયાર રહો, અમે જલ્દી આવી રહ્યા છીએ..' આ ટ્વિટ બાદ જનતા શૈલેષ લોઢાને કમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી તારક મહેતાના શૈલેષ લોઢા શો ક્વિટ કરી રહ્યા હોવાની ચર્ચાઓ શરુ થઇ છે. તેઓ નિર્માતાથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બધા વચ્ચે શૈલેષ લોઢાની એક પોસ્ટ સામે આવી. જેમાં તેઓએ હબીબ સાહબનો એક શેર લખતા જણાવ્યું કે યહા મજબૂત સે મજબૂત લોહા ટૂટ જાતા હૈ, કઇ જૂઠ ઇક્ઠ્ઠે હો, તો સચ તૂટ જાતા હૈ. મહત્વનું છે કે શેમારુ ટીવીએ નવા શોનું ટીઝર રિલીઝ કર્યુ જેમાં શૈલેષ લોઢાને જોતા ફેન્સ એવી અટકળો લગાવી રહ્યા છે કે શૈલેષ લોઢા તારક મહેતા છોડીને નવા શોથી નવી શરુઆત કરવા જઇ રહ્યા છે, ત્યારે આ વાત કેટલી સાચી છે તે તો હવે શૈલેષ લોઢા જ જણાવી શકે.