બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh Khan appeared with snakes at Ambani's party, Anant Ambani was also there, video went viral

ગપશપ / VIDEO: અંબાણીની પાર્ટીમાં સાંપોની સાથે દેખાયો શાહરુખ ખાન, અનંત અંબાણી પણ હતો સાથે, વીડિયો થયો વાયરલ

Megha

Last Updated: 06:47 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઈકાલે ઈશા અંબાણીના ટ્વીન્સ બાળકોના જન્મદિવસની પાર્ટી હતી, હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન અનંત અંબાણી સાથે જોવા મળી રહ્યો છે.

  • ઈશા અંબાણીના ટ્વીન્સ બાળકોના જન્મદિવસની પાર્ટી  
  • બર્થડે પાર્ટીમાં શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી 
  • પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

જ્યારે પણ અંબાણી પરિવારમાં કોઈ ફંકશન હોય, ત્યારે આખું બોલિવૂડ ત્યાં હાજરી આપવા આવે છે. તાજેતરમાં મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીના જોડિયા બાળકો કૃષ્ણા અને આદિયાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં બંને બાળકોની બર્થડે પાર્ટીમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સે પણ તેમના પરિવાર સાથે હાજરી આપી હતી. 

પાર્ટીમાં કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરીના કૈફ, અનન્યા પાંડે, આદિત્ય રોય કપૂરથી લઈને શાહરૂખ ખાન પણ પહોંચ્યા હતા. તે જ સમયે, પાર્ટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખ ખાન અનંત અંબાણી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયો વાયરલ થયો જેમાં અનંત અંબાણી અચાનક કિંગ ખાનના હાથમાં સાપ મૂકે છે. વીડિયોમાં કિંગ ખાનની પ્રતિક્રિયાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે.

શાહરૂખ સાથે અનંત-રાધિકાની મસ્તી 
આ વિડિયો ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાન ના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શાહરૂખ અને અનંત એકબીજા સાથે વાત કરી રહ્યા છે ત્યારે અનંત અચાનક કિંગ ખાનના હાથમાં સાપ મૂકે છે, જેના કારણે શાહરૂખ પણ એક ક્ષણ માટે ડરી જાય છે અને આશ્ચર્યચકિત થઈ જાય છે એટલામાં જ રાધિકા તેમની પાસે આવે છે અને શાહરૂખ ખાન તેને કંઈક કહે છે, જે સાંભળીને અનંત અને રાધિકા બંને હસવા લાગે છે. ત્યારબાદ એક વ્યક્તિએ અભિનેતાના ગળામાં સાપ પણ લટકાવ્યો.

'સાપ સાથે પઠાણની મસ્તી 
આ સમય દરમિયાન શાહરૂખ ખાન લાંબા વાળ, કાળા સૂટ અને શેડ્સમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો છે અને તેની મેનેજર પૂજા દદલાની પણ તેની બાજુમાં ઉભી છે. જોકે, એક હાથમાં સાપ અને ગળામાં સાપ લટકતો હોવા છતાં પણ શાહરૂખના ચહેરા પર કાયમી સ્મિત જોઈ શકાય છે. કોઈ પણ જાતના ડર વિના, તે પ્રેમથી સાપને હાથમાં પકડીને ઉભો છે અને તેનો વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ