બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Seven terrorists of Lashkar carried out the attack planning sitting in the forest

જમ્મુ-કાશ્મીર / પૂંછ એટેક પાછળ લશ્કરના 7 આતંકીઓનો હાથ: જંગલમાં બેસી તૈયાર કર્યો હતો માસ્ટર પ્લાન

Kishor

Last Updated: 04:29 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ-કાશ્મીરના પૂંછમા થયેલ આતંકી હુમલા મામલે પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સાત આતંકવાદીઓની ભૂમિકા હોવાનું સામે આવી રહ્યું છે.

  • જમ્મુ-કાશ્મીરના પૂંછમા થયેલ  આતંકી હુમલાનો મામલો
  • લશ્કર-એ-તૈયબાના આશરે 7 ગ્રુપની સંડોવણી
  • પાકિસ્તાની આતંકવાદી સંગઠનની ભૂમિકાને લઈને તપાસ

જમ્મુ-કાશ્મીરના પૂંછમા ગુરુવારે (તા.21,4) ના રોજ આતંકી હુમલાની ઘટના સામે આવી હતી. જેની તપાસ દરમિયાન લશ્કર-એ-તૈયબાના ગ્રુપની સંડોવણી હોવાનું સામે આવી રહ્યું છે. પ્રાથમીમ તપાસમાં એવું ઉજાગર થયું છે કે આ ગુન્હામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સાત આતંકવાદીઓની ભૂમિકા છે. એક આખબારના અહેવાલ મુજબ જ્યા આ ઘટના બની છે તે પુંછ વિસ્તાર નિયંત્રણ રેખાની ભીમબેર ગલીથી માત્ર 7 કિલોમીટર દૂર આવેલ છે અને સંપૂર્ણ જંગલ વિસ્તારથી તે ઘેરાયેલો છે. આ જંગલનો ફાયદો ઉઠાવીને જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. 

જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી...

હુમલાખોર આતંકવાદી આ વિસ્તારમાં છુપાઈને સેનાના જવાનો આવવાની રાહમાં હતા. જે સંતાઈને બેઠા હતા. આ દરમિયાન જવાનોનું વાહન આવવાની સાથે જ આતંકીઓએ હુમલો કર્યો હતો. આ ખતરનાક હુમલામાં કારમાં આગ લાગતા  કાર ભસ્મીભૂત થઈ ગઈ હતી. પુંછમાં આ આતંકી ઘટનામાં સેનાના પાંચ જવાન શહીદ થયા હતા. મહત્વનું છે કે હુમલા પહેલા પોલીસને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાના પણ વાવડ મળ્યા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી મળેલી માહિતી અને રિપોર્ટ અનુસાર, આતંકવાદીઓએ ટ્રકમાં મુસાફરી કરી રહેલા સૈનિકો પર હુમલો કરવા માટે રોકેટથી ચાલતા ગ્રેનેડ અને એસોલ્ટ રાઈફલ્સનો ઉપયોગ કર્યો છે.

ટ્રકમા આગ પણ ભભૂકી ઉઠી હતી

નોંધનીય છે કે મે મહિનામાં શ્રીનગરમાં જી-20 બેઠક યોજાશે. જેનો પાકિસ્તાન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાથી પુંછમાં થયેલા આતંકવાદી હુમલાને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરકારે G20 સભ્ય દેશો ખાસ કરીને ચીનને પણ બહિષ્કાર કરવા જણાવ્યું હતું. હુમલા બાદ જે ટ્રકમાં સેનાના જવાનો મુસાફરી કરી રહ્યા હતા તે ટ્રકમા આગ પણ ભભૂકી ઉઠી હતી. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી આરોપીઓને ભોભીંતર કરવા અભિયાન ઉપાડ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ