બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sessions court rejects bail plea of accused Ketaki Vyas in Anand collector office spy camera scandal

આણંદ / સ્પાય કાંડ ગર્લ કેતકી વ્યાસને મોટો ઝટકો: કોર્ટે ત્રીજી વખત જામીન અરજી ફગાવી, હવે એક જ રસ્તો..

Dinesh

Last Updated: 08:47 PM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anand News: આણંદ સ્પાય કેમેરકાંડમાં આરોપી કેતકી વ્યાસની કોર્ટે જામીન અરજી ફગાવી છે, કેતકી વ્યાસ પાસે જામીન માટે હાઇકોર્ટના દ્વાર સિવાય કોઇ વિકલ્પ નથી

  • આણંદના કલેક્ટર કચેરી સ્પાય કેમેરા કાંડ મામલે કોર્ટે અરજી ફગાવી
  • આરોપી કેતકી વ્યાસની જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી
  • આણંદ કોર્ટે કેતકી વ્યાસની ત્રીજી જામીન અરજી નામંજૂર કરી


Anand News : આણંદના પૂર્વ કલેક્ટર ડી. એસ. ગઢવીને અભદ્ર વીડિયો બનાવી ફસાવનારા અધિક કલેક્ટર કેતકી વ્યાસની કોર્ટે જામીન અરજી ફગાવી છે. કલેકટર કચેરીમાં સ્પાય કેમ કાંડ મામલે આરોપી કેતકી વ્યાસની જામીન અરજી જિલ્લા એડિશનલ એન્ડ સેસન્સ કોર્ટ ફગાવી છે. અત્રે જણાવીએ કે, આણંદ કોર્ટ દ્વારા કેતકી વ્યાસની ત્રીજી જામીન અરજી ફગાવી દેવાઈ છે.  આરોપી કેતકી વ્યાસ પાસે જામીન માટે હાઇકોર્ટના દ્વાર સિવાય અત્યારે કોઈ જ વિકલ્પ નથી.

કલેક્ટરને ફસાવવા સ્પાય કેમેરા લગવ્યા હતા
જુની જંત્રી બાદ નવી જંત્રી ડબલ થઇ જતાં ડબલ પ્રિમિયમ ચૂકવવા ન માગતા અરજદારો ફાઇલો 90 દિવસમાં ક્લિયર કરાવવા માટે મોં માગી રકમ આપવા તૈયાર થઇ જતા હતા. જો કે ફાઇલો અટકાવી લાંચ લેતી લાંચિયા ટોળકી કલેક્ટર ગઢવીની સૂચના બાદ લાંચ વસૂલી શકે તેવી સ્થિતીમાં ન હતી. કલેક્ટર ડી.એસ. ગઢવીના કારણે સંખ્યાબંધ અરજદારો પાસેથી મોટી લાંચ હાથમાંથી જતી જોઇ કેતકી વ્યાસ અને જેડી પટેલે કલેક્ટર ડી.એસ ગઢવીને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. આ પ્લાન મુજબ જે.ડી પટેલે મિત્ર હરીશ ચાવડા પાસેથી ઓનલાઈન સ્પાય કેમેરા મંગાવ્યા હતા. જે બાદ તેને કોઈને ખબર ન પડે એવી રીતે કલેક્ટરની ઓફિસમાં ગોઠવ્યા હતા. જે બાદ કલેક્ટરની ઓફિસમાં મહિલાને મોકલીને વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ઓપરેશન પાર પાડ્યા બાદ સ્પાય કેમેરાને જે.ડી.પટેલે સળગાવી દીધો હતો. જે.ડી.પટેલને રહેમરાહે મહેસૂલ વિભાગમાં નોકરી મળી હતી તેમજ વહીવટની આવક વિદેશમાં રોકતો હોવાની ચર્ચા સામે આવી હતી.

Anand Collector d. S. Ketki Vyas' misdeeds came to light in Gadhvi's spy camera case

સ્પાય કેમેરા કાંડ પાછળ લાંચકાંડ!
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે સરકારે જંત્રી વધારવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય લાગુ કરતા પહેલા સરકારે જુની જંત્રીએ 2 મહિના સુધી જમીનની અરજીઓ ક્લિયર કરવા માટે સમય પણ આપ્યો હતો. આ સમય દરમિયાન જમીન ખાતાના ચીટનિશ જે.ડી પટેલે જુની જંત્રીની તમામ ફાઇલો ક્લિયર ન કરી દબાવી રાખી અરજદારોને ફાઇલ ક્લિયર કરવા માટે મોટી રકમ માગી હતી. જોકે, કલેક્ટર ડી.એસ ગઢવીને ચીટનિશ જે.ડી પટેલના ઇરાદાઓની ગંધ આવી જતાં તેમણે અરજદારોની ફાઇલો ક્લિયર કરવા સૂચના આપી હતી. 

ડી.એસ.ગઢવી અને કેતકી વ્યાસ વચ્ચે ચાલતો હતો વિવાદ
આ વિવાદમાં બીજો પણ ખુલાસો સામે આવ્યો હતો કે, ડી.એસ.ગઢવી અને અધિક નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ વચ્ચે વિવાદ હતો. બંને અધિકારીઓ વચ્ચે વહીવટી કાર્યવિસ્તારને લઈને વિવાદ ચાલતો હતો. વિવાદને લઈને નજર રાખવા સ્પાય કેમેરા લગાવ્યા હતા. સમગ્ર મામલો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યો હતો. જે બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તપાસના આદેશ અપાયા હતા. કલેક્ટર ઓફિસના અધિકારી મહિલા ADM કેતકી વ્યાસ, નાયબ મામતદાર જે.ડી પટેલ સહિત ત્રણ લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. જે બાદ પોલીસે કેતકી વ્યાસ, જે ડી પટેલ, હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ત્યારબાદ  કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી છે જે કેસમાં કેતતી વ્યાસ જેલમાં છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ