બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / service charge in restaurants is not compulsory

તમારા કામનું / હોટલ હવે જમવાના બિલમાં આ ખોટા પૈસા વસૂલી નહીં શકે, માંગે તો પણ આપતા નહીં

Khevna

Last Updated: 12:37 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ મરજીયાત હોય છે છતાં પણ ઘણી જગ્યાએ આ વાત ગ્રાહકોને જણાવવામાં આવતી નથી. આ બાબતે 2 જૂનનાં રોજ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ NRAI સાથે મિટિંગ કરશે.

  • ઘણી હોટલમાં વગર જણાવ્યે લેવામાં આવે છે સર્વિસ ચાર્જ 
  • સર્વિસ ચાર્જ આપવો મરજીયાત છે 
  • 2 જૂન 2022નાં રોજ આ બાબતે થશે મિટિંગ 

 

શું છે સર્વિસ ચાર્જ?
મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે સર્વિસ ચાર્જને લઈને મોટો પ્રશ્ન ઉઠાવ્યો છે. સર્વિસ ચાર્જ એટલે કે આપણે જ્યારે બહાર જમવા જઈએ ત્યારે બિલમાં પ્રાઈસ અને સર્વિસ ચાર્જ લેવામાં આવે છે અને તે બંનેના ટોટલ પરથી GST લગાવવામાં આવે છે. કોઈપણ રેસ્ટોરન્ટમાં આપણે સામાન્ય રીતે 5% GST ભરીએ છીએ અને જો કોઈપણ એવી હોટલમાં 7500 કરતા મોંઘા રૂમ હોય, તો 18% સુધીનું GST પણ આપણે ભરીએ છીએ. ઘણી બધી હોટલો સર્વિસ ચાર્જ એટલા માટે લેતી હોય છે કેમકે તેઓ એવો દાવો કરે છે કે આ ચાર્જ સ્ટાફનાં વેલફેર માટે જાય છે અને સ્ટાફનાં બેનિફિટ માટે ખર્ચવામાં આવે છે. સ્ટાફમાં જો કોઈપણ પ્રકારની ઈમરજન્સી આવે તો આ તેના માટે એક પ્રકારનું ફંડ ઉભું કરવામાં આવે છે. 

સર્વિસ ચાર્જને લઈને શું કહે છે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ?
મિનિસ્ટ્રીનું કહેવું છે કે 2017નાં નિયમો મુજબ સર્વિસ ચાર્જ એ વોલેન્ટરી વસ્તુ હોવી જોઈએ, એક સ્વૈચ્છિક વસ્તુ હોવી જોઈએ. પરંતુ બિલમાં હોટલો સર્વિસ ચાર્જ ઉમેરીને જ આપે છે તથા આ રકમ વિશેની માહિતી તેમના મેનુમાં કે ભાવમાં લખેલી હોતી નથી. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ કહે છે કે કોઈપણ કસ્ટમર જો પોતાના બિલમાં સર્વિસ ચાર્જ જુએ છે, તો તે રેસ્ટોરન્ટનાં મેનેજરને કહી શકે છે કે મારે સર્વિસ ચાર્જ ભોગવવો નથી અને તેમણે તે બાદ પણ કરી આપવો પડે છે. પરંતુ હોટલો આ ચાર્જ મરજીયાત છે, તે કસ્ટમરને જણાવતા નથી. મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ એમ પણ કહે છે કે જો કોઈ રેસ્ટોરન્ટ જગ્યા યૂઝ કરવાનો ચાર્જ લે છે કે પછી કોઈ સ્પેશિયલ સર્વિસ માટે ચાર્જ લે છે, તેને રીસ્ટ્રીકટીવ ટ્રેડ પ્રેક્ટીસ કહેવામાં આવે છે. આમ રેસ્ટોરન્ટ મેન્યુમાં દર્શાવેલા ચાર્જ અને તેના પર લાગતા ટેક્સ સિવાય બીજો કોઈપણ પ્રકારનો ચાર્જ ફરજીયાત ન લઇ શકે, તેને ગેરકાયદેસર પણ કહી શકાય. 

શું કહે છે નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઇન્ડિયા? 
2 જૂન 2022નાં રોજ નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સે એક મિટિંગ પણ ફિક્સ કરી છે. નેશનલ રેસ્ટોરન્ટ અસોસિએશન ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે જો કોઈપણ રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ લે છે, તો મેન્યુમાં તે દર્શાવવું જરૂરી છે અને પ્રિમાઈસમાં પણ આ વિષે જણાવવું પડશે અને આ જોયા બાદ જો કોઈપણ વ્યક્તિ ઓર્ડર આપે છે, તો તે હોટલ અને ગ્રાહક વચ્ચેનું અગ્રીમેન્ટ ગણાય છે, જે કાયદેસર છે. આ વિષે જ 2 જૂનનાં રોજ મિટિંગમાં ચર્ચા થવા જઈ રહી છે. હવે જાણવાનું એ રહેશે કે આ ચર્ચાનું શું નિવારણ આવે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ