બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Sending one lakh Indian laborers to Israel is not easy, there are advantages and disadvantages

Israel Hamas War / ઈઝરાયલમાં એક લાખ ભારતીય મજૂરો મોકલવા કંઇ સરળ નથી, ફાયદા સામે છે નુકસાન, જુઓ કઇ રીતે

Priyakant

Last Updated: 09:14 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War Latest News: 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી, 90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારો, જાણો શું છે પ્લાન ?

  • ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યું છે યુદ્ધ 
  • ઈઝરાયેલે ભારત પાસેથી 100,000 કામદારોની મોકલવાની માંગણી કરી
  • 90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારો

Israel Hamas War : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ બાદ ઈઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ઈઝરાયેલે તુરંત જ ભારત પાસેથી 100,000 કામદારોની મોકલવાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ ઈઝરાયેલની બાંધકામ કંપનીઓએ સરકાર પાસે 100,000 ભારતીય કામદારોની પરવાનગી માંગી છે. જેથી કરીને 90 હજારથી વધુ પેલેસ્ટાઈનીઓને રિપ્લેસ કરી શકાય. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી પેલેસ્ટાઈનની વર્ક પરમિટ રદ કરવામાં આવી છે.

90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારો
ઈઝરાયેલની કન્સ્ટ્રક્શન કંપનીઓએ ત્યાંની સરકારને કહ્યું છે કે, તેઓ 90 હજાર પેલેસ્ટાઈનની જગ્યાએ 1 લાખ ભારતીય કામદારોને નોકરી પર રાખવા માંગે છે. આ માટે તેમને છૂટ આપવી જોઈએ. હકીકતમાં 7 ઓક્ટોબરે હમાસના હુમલા પછી ઇઝરાયેલમાં કામ કરતા 90 હજાર પેલેસ્ટિનિયન મજૂરોની પરમિટ રદ કરવામાં આવી છે. જેના કારણે ઈઝરાયેલમાં બાંધકામ સંબંધિત તમામ કામો ઠપ્પ થઈ ગયા છે. ભારતીય કામદારોએ ખાડી દેશોમાં રણમાં આધુનિક શહેરો બનાવ્યા છે, જેના કારણે ઇઝરાયેલની કંપનીઓને પણ તેમની મહેનત પર વિશ્વાસ છે. પરંતુ શું આ સ્થિતિમાં આ મજૂરોને મોકલવા યોગ્ય રહેશે?

ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટે શું કહ્યું ? 
એક અહેવાલ મુજબ ઈઝરાયેલ બિલ્ડર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ હેમ ફેઈગ્લિને કહ્યું, 'અત્યારે અમે ભારત સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે કામદારોને મંજૂરી આપવા માટે ઇઝરાયેલ સરકારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. અમને ભારતમાંથી 50 હજારથી 1 લાખ કામદારોની જરૂર છે. જો ભારતીય કામદારો ઈઝરાયેલ જશે તો મોટા પાયે રોજગારી મળશે. આ સિવાય તેમના દ્વારા મોકલવામાં આવેલ નાણાં અર્થતંત્રમાં યોગદાન આપશે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ અહેવાલ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તે હજુ પણ જાણી શકાયું નથી કે ભારત કામદારોને ઇઝરાયેલ જવા દેશે કે કેમ, તે પણ એવા સમયે જ્યારે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ભારતીયોને બહાર કાઢવાનું ઓપરેશન અજય હજુ પૂર્ણ થયું નથી.

ઈઝરાયેલને જોઈએ છે ભારતીય કામદારો 
ફેઇગ્લિને જણાવ્યું હતું કે, ઇઝરાયેલના બાંધકામ ઉદ્યોગમાં પેલેસ્ટિનિયનો લગભગ 25 ટકા છે. તેમાંથી 10 ટકા એવા છે જે ગાઝાથી આવે છે. બાકીના વેસ્ટ બેંકમાંથી આવે છે. યુદ્ધ દરમિયાન મજૂરોની માંગમાં અચાનક વધારો થયો હોવા છતાં,ઇઝરાયેલ પહેલેથી જ ભારતીય કામદારોને લાવીને પેલેસ્ટિનિયન મજૂરોથી છુટકારો મેળવવા માંગતો હતો. આ વર્ષે મે મહિનામાં ભારતે ઈઝરાયેલ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં 42,000 ભારતીય કામદારોને ઈઝરાયેલમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ લોકો નર્સિંગ સિવાય બાંધકામ ક્ષેત્રે પણ કામ કરશે.

શા માટે ઇઝરાયેલને ભારતીય કામદારો જોઈએ છે?
મે મહિનામાં ઇઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેનની ભારત મુલાકાત દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ત્યાર પછી પ્રથમ વખત ઈઝરાયેલનું બાંધકામ ક્ષેત્ર ભારતીયો માટે ખુલ્લું હતું. આ કરાર પર હસ્તાક્ષર થયા પહેલા એક વર્ષથી વધુ સમયથી તૈયારીઓ ચાલી હતી. માર્ચમાં ઇઝરાયેલના કેટલાક મંત્રાલયોની ટીમોએ ભારતમાં તાલીમ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. એક અહેવાલ મુજબ ઇઝરાયેલ ભારતીય કામદારોથી ખુશ હતું કારણ કે તેઓ મહેનતુ અને અનુભવી હતા તેમજ સારી અંગ્રેજી જાણતા હતા. ઇઝરાયેલ પણ પેલેસ્ટાઇનીઓને કામ પરથી દૂર કરવા માંગે છે કારણ કે તેઓ ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ગાઝા અને પશ્ચિમ કાંઠેથી આવતા તેમની સુરક્ષા ઘણી તપાસ કરવી પડે છે.

ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામ અટકી ગયું 
પેલેસ્ટિનિયન કામદારો વર્ષોથી ઇઝરાયેલમાં બાંધકામ કંપનીઓમાં કામ કરે છે. 7 ઓક્ટોબરે થયેલા હુમલા બાદ આ લોકોને કામ પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. જેના કારણે હવે ઈઝરાયેલમાં મોટાભાગનું બાંધકામનું કામ અટકી ગયું છે. પહેલા જે ઈમારતોનું બાંધકામ ચાલતું હતું તે જગ્યાઓ હવે સાવ સુમસામ ભાંસી રહી છે. જે લોકોએ મકાનો ખરીદ્યા છે તેઓ બિલ્ડરો પર કામ ચાલુ કરવાનું દબાણ કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ