બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Self Declaration Action will be taken against wrongly admitting children in RTE quota

સેલ્ફ ડિકલેરેશન / અમદાવાદમાં વાલીઓ ખાસ ધ્યાન રાખે, RTE કોટામાં બાળકોનો ખોટી રીતે પ્રવેશ કરાવનાર પર થશે કાર્યવાહી, આ વસ્તુ કરાઇ ફરજિયાત

Kishor

Last Updated: 08:45 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RTE માં ખોટી રીતે પ્રવેશ લેનાર પર તંત્ર દ્વારા આકરા પગલાં લેવામા આવશે. RTE ફોર્મ ભરતી વખતે હવે વાલીઓએ IT રિટર્નની કોપી જોડવી ફરજિયાત કરાઈ છે.

  • RTE માં ખોટી રીતે પ્રવેશ લેનાર પર તંત્ર દ્વારા આકરા પગલાં લેવાશે
  • RTE ફોર્મ સાથે વાલીએ IT રિટર્નની કોપી ભરવી પડશે
  • ખોટી આવક બતાવનાર પર કાયદાકીય કાર્યવાહી થશે

હાલ RTE હેઠળ પ્રાથમિક શિક્ષણ માટે નિઃશુલ્ક પ્રવેશ પ્રક્રિયા અંગે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમા અમુક વખત ખોટા પુરાવા ઉભા કરીને પ્રવેશ મેળવી લેવામા આવતા હોવાનું દુષણ સામે આવતું હોય છે. ત્યારે આ વખતે RTE માં ખોટી રીતે પ્રવેશ લેનાર પર તંત્ર દ્વારા આકરા પગલાં લેવામા આવશે. RTE ફોર્મ ભરતી વખતે હવે વાલીઓએ IT રિટર્નની કોપી જોડવી ફરજિયાત કરાઈ છે. IT રિટર્ન ભરવા અંગેનો પુરાવો ફરજિયાત કરાયો હોવાથી હવે વાલીઓ પોતાની આવક છુપાવી શકશે નહીં! વધુમાં IT રિટર્ન ન ભરતા વાલીઓએ સેલ્ફ ડિકલેરેશન જાહેર કરવું પડશે. સેલ્ફ ડિકલેરેશનમાં પણ વાલીએ સાચી આવક બતાવી પડશે અને જો ખોટી આવક બતાવવામાં આવશે તો બાળકનું એડમિશન રદ કરી દેવામાં આવશે. એટલું જ નહીં ખોટી આવક બતાવનાર પર કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. પરિણામે હવે ખોટા એડમિશન અટકી શકશે!

11 એપ્રિલ સુધી અરજી કરી શકશે
તાજેતરમાં RTE(રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે અરજીની તારીખ જાહેર કરવામા આવી હતી. જેમાં જણાવ્યા અનુઆર વાલીઓ 30 માર્ચથી 11 એપ્રિલ દરમિયાન અરજી કરી શકશે. હાલ આ પ્રાક્રિયા ચાલુ છે. ત્યારે મહત્વનું છે કે, 31 મે 2023ના રોજ ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષ થયા હોવા જરૂરી છે. RTE હેઠળ પ્રવેશ માટે અરજી ઓનલાઇન કરવાની રહેશે.

શું છે આ RTE? 

ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ