બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / See what son-in-law Rishi Sunak, father-in-law Narayan Murthy said on the throne of Britain

નિવેદન / બ્રિટનના રાજસિંહાસન પર જમાઈ ઋષિ સુનક, સસરા નારાયણ મૂર્તિએ જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 10:05 AM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પહેલી પ્રતિક્રિયા તેમના જમાઈ ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન બનાવ્યા પછી આવી

  • ઋષિ સુનક ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન
  • ઋષિ સુનકના સસરા નારાયણ મૂર્તિએ  આપી શુભેચ્છા
  • અમને ખાતરી છે કે તે બ્રિટનના લોકો માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે: નારાયણ મૂર્તિ

ઋષિ સુનક ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડાપ્રધાન બનવાની તૈયારીમાં છે. રવિવારે તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ પદની રેસ જીતી લીધી. હવે ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પહેલી પ્રતિક્રિયા તેમના જમાઈ ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન બનાવ્યા પછી આવી છે. તેને અભિનંદન આપતાં તેણે કહ્યું કે, 'અમને તેના પર ગર્વ છે અને અમે તેને સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ.' મૂર્તિએ પ્રથમ જવાબમાં કહ્યું, 'અભિનંદન ઋષિ, અમને તેમના પર ગર્વ છે અને અમે તેમને સફળતાની શુભેચ્છા પાઠવીએ છીએ. અમને ખાતરી છે કે તે બ્રિટનના લોકો માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે.

ફાર્માસિસ્ટ માતા અને ડૉક્ટર પિતાના પુત્ર સુનકે ઇંગ્લેન્ડની સૌથી પ્રખ્યાત શાળાઓમાંની એક વિન્ચેસ્ટર અને પછી ઓક્સફોર્ડમાં શિક્ષણ મેળવ્યું હતું. તેણે ગોલ્ડમેન સૅક્સ ગ્રુપ ઇન્ક.માં ત્રણ વર્ષ કામ કર્યું અને બાદમાં સ્ટેનફોર્ડ કેલિફોર્નિયામાંથી એમબીએ કર્યું. જ્યાં તેઓ ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિને મળ્યા. તેણે 2009 માં અક્ષતા સાથે લગ્ન કર્યા અને આ દંપતીને બે પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા છે. 

મહત્વનું છે કે, યુનાઇટેડ કિંગડમમાં બિન-શ્વેત લોકો સરકાર ચલાવશે તેવો આ પ્રથમ પ્રસંગ હશે. હવે આંતરરાષ્ટ્રીય બાબતોમાં તેમની દખલગીરી વધશે, કારણ કે, બ્રિટન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય હોવાની સાથે સાથે G7 દેશોનું ઘટક છે. તમને જણાવી દઈએ કે, ઋષિ સુનકે સ્કૂલની રજાઓ દરમિયાન સાઉથમ્પટનમાં બાંગ્લાદેશની માલિકીની ભારતીય રેસ્ટોરન્ટમાં વેઈટર તરીકે પણ કામ કર્યું હતું. યુનિવર્સિટીમાં હતા ત્યારે તેમણે લંડનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના હેડક્વાર્ટરમાં ઇન્ટરનેશન કર્યું હતું.

તેઓ 2015માં રિચમન્ડ,યોકશાયરની ગ્રામીણ બેઠક પરથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની પ્રથમ સત્તાવાર જવાબદારી સ્થાનિક સરકાર માટે સંસદીય અન્ડર-સેક્રેટરી તરીકેની હતી. તત્કાલિન વડાપ્રધાન થેરેસા મેએ તેમને જાન્યુઆરી 2018માં આ પદ પર નિયુક્ત કર્યા હતા. વડાપ્રધાન તરીકેની પુષ્ટિ થયા બાદ તેમના પ્રથમ જાહેર નિવેદનમાં સુનકે કહ્યું હતું કે, હું પ્રતિજ્ઞા કરું છું કે હું ઈમાનદારી અને નમ્રતા સાથે તમારી સેવા કરીશ અને બ્રિટિશ લોકો માટે દિવસ-રાત કામ કરીશ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ