બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Seasonal flu in Gujarat, the official information of the cases of H1N2, H3n2, is the symptom of the category.

સારવાર / ગુજરાતમાં સીઝનલ ફ્લૂનો હાહાકાર, H1N2, H3N2ના કેસોની સત્તાવાર માહિતી આવી સામે, કેટેગરી પ્રમાણે જાણો કેવા છે લક્ષણ

Vishal Khamar

Last Updated: 07:42 PM, 17 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં H3N2 નાં કેસો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે.

  • આરોગ્ય મંત્રીએ  H3N2 ની પરિસ્થિતી વિશે જણાવ્યું
  • વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથીઃઋષિકેશ પટેલ
  • દવાનો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2 ની પરિસ્થિતી વિશે જણાવ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી.  H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસેલ્ટામિવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.

ખાનગી લેબમાં H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ
રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અન H1N1 પોઝીટીવ આવે. ત્યારે તે દર્દીન H1N1 પોઝીટીવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય. ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.  

 વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો
મંત્રીએ વધુમાં જણાવ્યું છે કે,રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં H1N1 ના 80 અને H3N2 સીઝનલ ફ્લુના 06 કેસોનો નોંધાયા છે. H3N2 સીઝનલ ફ્લુના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.  H3N2 ઇન્ફ્લુએન્ઝાથી ગભરાવવાની જરૂર નથી. કોરોના સાથે આ વાયરસના સંક્રમણની સરખામણી ન કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.

સીઝનલ ફ્લુ ના નીચે મુજબના લક્ષણો જણાતા શું કરવું...... આવો જાણીએ
કેટેગરી- એ

  • શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો. 
  • કેટગરી – એ ના લક્ષણો દેખાય તો શું કરવું ?
  • જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી 
  • આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો 
  • સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

કેટેગરી- બી ૧
 કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી

કેટેગરી- બી ૨

કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ 

  • ઉંમર ૬૫ વર્ષથી વધુ 
  • ગર્ભાવસ્થા 
  • ૫ વર્ષથી નાની વયના બાળકો 
  • શ્વસનતંત્રની બીમારી
  • લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી 
  • ડાયાબિટીસ ના દર્દી
  • એચઆઇવી/એઇડ્સ

કેટેગરી - બી ના લક્ષણોમાં શું કરવું ?

  • ઓસેલ્ટામિવીર આપવાની હોય છે. 
  • આઈસોલેશનમાં રહેવાનું.
  • અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
  • સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ