બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / Scattered rain in some areas of the state has been predicted by the Meteorological Department

સંભાવના / વરસાદ રિસાયો.! આવનાર 5 દિવસમાં આ વિસ્તારોમાં વરસાદનો છાંટો પણ નહીં પડે, જાણી લો હવામાન વિભાગની નવી આગાહી

Vishal Khamar

Last Updated: 04:48 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ નહિવત છે. તેમજ સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અને ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી.

  • રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
  • રાજ્યના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે
  • અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતા

રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થવાનો છે. ત્યારે બીજા તેમજ ત્રીજા રાઉન્ડમાં મેઘરાજા સૌરાષ્ટ્રમાં મનમુકીને વરસતા પુરની સ્થિતિ સર્જાઈ હતી. જો દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ પડતા નદી, નાળા, તળાવો છલકાયા હતા. જે બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદની સંભાવના છે. 

ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહિવતઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે, રાજ્યનાં કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ થશે. તેમજ અમદાવાદ, દાહોદ, મહીસાગરમાં વરસાદની શક્યતાઓ છે. સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લામાં થોડા વરસાદની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતાઓ નથી. તેમજ દક્ષિણ ગુજરાતમાં થોડો વરસાદ થશે. કચ્છમાં પણ વરસાદની કોઈ શક્યતાઓ હાલમાં નથી. તેમજ આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી છે. 

અભિમન્યું ચૌહાણ ( વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)

આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઃ અભિમન્યું ચૌહાણ (વૈજ્ઞાનિક, હવામાન વિભાગ)
આ બાબતે હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક અભિમન્યું ચૌહાણે જણાવ્યું હતું કે,  આાપણે ગુજરાતનાં હવામાનની વાત કરીએ તો આગામી 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં તાપી, વલસાડ,  નવસારી, દમણનો સમાવેશ થાય છે. કચ્છમાં વરસાદ નહી થવાની સંભાવનાં છે. તેમજ સૌરાષ્ટ્રનાં એક બે જીલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે. તેમજ હાલ કોઈ સિસ્ટમની સંભાવના નથી. તેમજ સીઝનનો કુલ 93 ટકા વરસાદ વરસ્યો છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ