બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Scam came to light in RTE admission in Rajkot

RTEમાં ગોટાળો / રાજકોટમાં બાળકને મફતમાં ભણાવવા વાલીઓએ ગજબ ભેજું વાપર્યું, જાણીને તમે પણ હચમચી જશો

Malay

Last Updated: 10:15 AM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot admission scandal: રાજકોટમાં ખાનગી શાળામાં ધો.1માં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓએ ફરી RTE હેઠળ ધો.1માં એડમિશન લીધા, RTEમાં એડમિશન મેળવી આગામી ધોરણ માટે ફીનો લાભ લેવા એડમિશન કાંડ.

 

  • રાજકોટમાં RTEના પ્રવેશમાં ગેરરીતિ
  • ધો.1માં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનું ફરી એડમિશન
  • 400 જેટલાં વિદ્યાર્થીઓએ ફરી એડમિશન લીધા 

રાજકોટમાં RTE હેઠળ એડમિશનમાં ગોટાળા સામે આવ્યા છે. શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોમાં ધોરણ 1માં અભ્યાસ કરી ચૂકેલા 400 જેટલા વિદ્યાર્થીઓએ ફરી રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ લીધો હોવાનું સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. RTEમાં પ્રવેશ મેળવી આગામી ધોરણ માટે ફીનો લાભ લેવા પ્રવેશકાંડ સામે આવ્યો છે. જેમાં વાલીઓએ RTE અંતર્ગત લાભ લેવા માટે બાળકોનું ફરી ધોરણ-1માં એડમિશન લીધું છે. 

પહેલા રાઉન્ડમાં 5200 જેટલા વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ
ફરી ધોરણ-1માં પ્રવેશ લેવા અંગે રાજકોટ DEOનું નિવેદન સામે આવ્યું છે. DEOએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1004 જેટલી પ્રાથમિક ખાનગી શાળાઓ છે અને આ ખાનગી શાળાઓમાં 6100 જેટલી RTE હેઠળની ધોરણ 1ની કેપેસીટી છે. RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલા એમાંથી લગભગ 5200 જેટલા વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

'400 વિદ્યાર્થીઓએ ફરી લીધું એડમિશન' 
તેઓએ જણાવ્યું કે, 5200માંથી વાલીઓના સ્કૂલમાં રિપોર્ટિંગ બાદ 4600 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધો છે. 600 જેટલા વિદ્યાર્થીઓ પ્રેવેશ લીધો નથી. આ 600 પૈકી 200 વિદ્યાર્થીઓ એવા છે, જેમને પોતાની પસંદગીની શાળાઓ મળી નથી. તો 400 વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ગયા વર્ષે ખાનગી શાળાઓમાં ધોરણ 1માં અભ્યાસ કરી ચૂક્યા છે. છતાં તેમના વાલીઓએ વિગતો છૂપાવીને તેમનું RTE હેઠળ ધોરણ-1માં એડમિશન લેવા માટે ફોર્મ ભર્યું હતું અને એડમિશન મળી ગયું છે. આ 400 જેટલા બાળકોના વાલીઓ જ્યારે સ્કૂલમાં રિપોર્ટિંગ માટે પહોંચ્યા ત્યારે આ મામલો સામે આવ્યો છે.  એટલે કે RTE અંતર્ગત લાભ લેવા માટે વાલીઓએ બાળકોનો ફરી ધોરણ-1માં પ્રવેશ અપાવ્યો છે.  


 
...તો સ્કૂલો સામે થશે કાર્યવાહીઃ DDO
તેઓએ જણાવ્યું કે, ધોરણ 1માં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને બીજીવાર પ્રવેશ આપનારી સ્કૂલો સામે કાર્યવાહી થશે. સ્કૂલો એડમિશન રદ કરવાને બદલે ક્ન્ફર્મ કરશે તો કાર્યવાહી થશે. 

શું છે આ RTE? 
ગુજરાતના ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી સ્કૂલોમાં ફરજીયાત શિક્ષણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે જેમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ