બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Scam at cheap grain shop in Vadodara

ભ્રષ્ટાચાર / વડોદરામાં સસ્તા અનાજની 12 દુકાનોમાં આચરાયું મસમોટું કૌભાંડ! તાબડતોબ જિલ્લા પુરવઠા અધિકારીએ આપ્યો મહત્વનો આદેશ

Dinesh

Last Updated: 03:49 PM, 21 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં 12 સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે, આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું, રાજ્યકક્ષાએથી આપવામાં આવ્યા તપાસના આદેશ

  • વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ
  • સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ
  • રાજ્યકક્ષાએથી આપવામાં આવ્યા તપાસના આદેશ


વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ સામે આવ્યું છે. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે

વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ
વડોદરામાં સસ્તા અનાજની દુકાનોમાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે. જે સમગ્ર કૌભાંડ આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે બહાર આવ્યું છે. એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવાયાની આશંકા સામે આવી છે. થમ્બ ડિવાઈસ અને લેપટોપના અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ અપાયા છે. રાજ્યકક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો છે.

રાજ્યકક્ષાએથી તપાસના આદેશ
સમગ્ર કૌભાંડ મામલે રાજ્યકક્ષાથી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 3 દિવસમાં તપાસ કરી અહેવાલ આપવા સૂચના આપવામાં આવી છે. 12 દુકાનોના ગ્રાહકોને છેલ્લા 3 મહિનાનો જથ્થો મળ્યો કે નહીં તેની ગ્રાહકોને રૂબરૂ મળી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યો છે. ગ્રાહકોનું ક્રોસ વેરિફિકેશન કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. એવા પણ આરોપ છે કે, રાજ્યકક્ષાએથી તપાસનો આદેશ આપ્યા બાદ પણ તપાસ કરવામાં નથી આવતી.

આ ગરીબોના ગુનેગાર
શાહ મયુરકુમાર ફુલચંદ, દિલીપ લાલચંદ સોલંકી, દક્ષાબેન જગદીશ દીક્ષિત, દિલીપ જી સોનારા, પટેલ અખિલેશકુમાર ગોપાલભાઈ, સાધુ કૃષ્ણવદન પુરણદાસ, ખટિક બંસીલાલ ભેરૂલાલ, જયસ્વાલ નયનાબેન અવિનાશ, જે.જી.વસાવા, ગજ્જર રાજેશકુમાર નટવરલાલ, કેવલ રામાણી જાનકીબેન, રાજેશ મારવાડી

કૌભાંડ મામલે સળગતા સવાલ
ગરીબોનું અનાજ ખાનારા કોણ છે?
રાજ્યમાં થતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે?
ભ્રષ્ટાચારીઓને ક્યારે સજા મળશે?
રાજ્યકક્ષાએથી આદેશ આપવામાં આવ્યો છતાં તપાસ કેમ નથી થતી?
કૌભાંડીઓને કોણ છાવરી રહ્યું છે?
કૌભાંડીઓને કાયદાનો ભય કેમ નથી?
કૌભાંડીઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
સસ્તા અનાજની કેટલી દુકાનમાં કૌભાંડ થયું? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ