બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / SC directs Delhi govt to furnish details of funds spent on advertisements

હવે શું કરશે AAP / કેજરીવાલ સરકારે હવે જાહેર કરવું પડશે આ કામ, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ, સાથે તતડાવી પણ

Hiralal

Last Updated: 02:46 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપ્રીમ કોર્ટે કેજરીવાલ સરકાર પાસેથી છેલ્લા 3 વર્ષમાં જાહેરખબરો પાછળ થયેલા ખર્ચની વિગતો માગી છે.

  • કેજરીવાલ સરકારે હવે જાહેરખબર ખર્ચ આપવો પડશે
  • સુપ્રીમ કોર્ટે જાહેરખબર થયેલ ખર્ચની વિગતો માગી
  • RRTS પ્રોજેક્ટ માટે પૈસા નથી કહેતી વિફરી સુપ્રીમ કોર્ટ 

રાજસ્થાન અને હરિયાણાને દિલ્હી સાથે જોડતા RRTS પ્રોજેક્ટ પૈસા ન હોવાની કેજરીવાલ સરકારની રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટ લાલચોળ થઈ ઉઠી હતી અને તેણે દિલ્હી સરકારને જાહેરખબર પાછળ થયેલા ખર્ચની વિગતો જાહેર કરવાનો સીધો ઓર્ડર કરી દીધો હતો. 

3 વર્ષમાં જાહેરખબર પાછળ કેટલા ખર્ચ્યાં હિસાબ આપો 
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારની ઝાટકણી કાઢી હતી અને તેના એડ ખર્ચની વિગતો માંગી હતી. દિલ્હી સરકારે પોતાને રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટ માટે પૈસા ન હોવાનું જણાવતાં સુપ્રીમ કોર્ટ લાલચોળ થઈને જાહેરખબર ખર્ચનો હિસાબ માગ્યો હતો. સુપ્રીમ કોર્ટે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં જાહેરાત પર થયેલા ખર્ચની વિગતો માંગી છે.

કયા પ્રોજેક્ટ માટે ફંડ નથી તેવું કેજરીવાલ સરકારે રટણ કર્યું 
રાષ્ટ્રીય રાજધાનીને રાજસ્થાન અને હરિયાણા સાથે જોડતા આરઆરટીએસ પ્રોજેક્ટના નિર્માણ પર ખર્ચ કરવા માટે આ ભંડોળ આપવામાં આવશે. જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આપ સરકારને જાહેરાત પર ખર્ચની વિગતો આપતું સોગંદનામું બે સપ્તાહની અંદર દાખલ કરવા જણાવ્યું હતું. કોર્ટનો આ નિર્દેશ દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલે બેંચને કહ્યું કે ભંડોળનો અભાવ છે અને આર્થિક સહાય આપવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.

સુપ્રીમની ખંડપીઠે શું આદેશ આપ્યો 
સુપ્રીમની ખંડપીઠે કહ્યું કે "તમે અમને જણાવવા માગો છો કે તમે કયા ભંડોળનો ખર્ચ કરી રહ્યા છો. બધી જાહેરાતનો ખર્ચ આ પ્રોજેક્ટ તરફ વાળવો જોઓઈએ. શું તમારે આ પ્રકારનો આદેશ જોઈએ છે. ભંડોળનો અભાવ એ પ્રોજેક્ટમાં અવરોધરૂપ હોવાથી, અમે એનસીટી દિલ્હીને જાહેરાત પર ઉપયોગમાં લેવાતા ભંડોળ અંગે સોગંદનામું દાખલ કરવા માટે કહી રહ્યા છીએ કારણ કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય મહત્વનો છે. તેની વિગતો પાછલા નાણાકીય વર્ષોની હોવી જોઈએ. 

શું છે RRTS પ્રોજેક્ટ
RRTS એટલે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ, આ યોજના હેઠળ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને  રાજસ્થાન અને હરિયાણા સાથે જોડવામાં આવનાર છે પરંતુ દિલ્હી સરકાર પૈસા નથી તેવું કહીને હાથ અધ્ધર કરી દીધા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ