બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sawan these upay will help to remove problems between husband and wife

ઉપાય / પતિ કે પત્ની સાથે રોજ થાય છે નાની-નાની વાતમાં ઝઘડા? બુધવારે અચૂક કરો આ ઉપાય, વધશે પ્રેમ-નહીં થાય તકરાર

Bijal Vyas

Last Updated: 11:09 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે. બુધવારનું મહત્વ શ્રાવણમાં વધુ વધી જાય છે. આ દિવસે ઉપાયો કરવાથી પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા આવશે...

  • મનગમતો જીવનસાથી મેળવવા માટે કરો આ ઉપાય 
  • બુધવારે શિવલિંગ પર કેટલાક ઉપાય કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે
  • પ્રેમ કરવા માટે શ્રાવણનો બુધવાર શ્રેષ્ઠ દિવસ છે 

Wednesday Remedies:હિંદુ ધાર્મિક ગ્રંથોમાં વ્યક્તિની દરેક સમસ્યાને લઈને કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. બીજી તરફ લગ્ન પછી દરેક ઘરમાં પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા, વાદ-વિવાદ વગેરે થાય છે, જેનાથી ઘરની શાંતિ ભંગ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમારી સાથે પણ આવું થાય છે. પત્ની સાથે દરરોજ ઝઘડા થાય છે અને તમે પણ તેમાંથી છૂટકારો મેળવવા માંગો છો, તો તેમના માટે શ્રાવણનો બુધવાર શ્રેષ્ઠ છે.

શાસ્ત્રો અનુસાર, વ્યક્તિના જીવનમાં આવી પરેશાનીઓ ગ્રહ દોષ અથવા વાસ્તુ દોષના કારણે આવે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ શ્રાવણના બુધવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. બુધવાર ભગવાન ગણેશનો દિવસ છે. તેમજ ભગવાન શિવની કૃપા તેને વધુ શક્તિશાળી બનાવે છે. કહેવાય છે કે, આ દિવસે શિવલિંગ પર કેટલાક ઉપાય કરવાથી માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રસન્ન થાય છે. વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળે છે.

ઘરવાળીથી તંગ આવેલો પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો, સાહેબ બચાવો...ગામ લોકો પાસે  માર ખવડાવે છે પત્ની | husband accuses wife of harassing in gorakhpur

મનગમતો જીવનસાથી મેળવવા માટે કરો આ ઉપાય 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જો તમે તમારો મનગમતો જીવનસાથી મેળવવા ઈચ્છો છો તો સ્વચ્છ પાણીમાં થોડું દૂધ, કેસર અને લાલ ફૂલ નાખીને બુધવારે શિવલિંગ પર ચઢાવો. આ સાથે તમે સોમવારે પણ વ્રત રાખી શકો છો. આનાથી ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે.

દંપતિમાં જડવાઇ રહેશે પ્રેમ-મીઠાશ 
જો તમારા વિવાહિત જીવનમાં રોજેરોજ ઝઘડા થાય છે અને તમને પ્રેમનો અભાવ લાગે છે. પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય છે. બુધવારના દિવસે ભગવાન શિવનું ધ્યાન કરો. તેની સાથે તેમાં એક ગ્લાસ પાણી, દૂધ, કેસર અને લાલ રંગના ફૂલ ચઢાવો. અને તેને શિવલિંગ પર ચઢાવો. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધશે.

Topic | VTV Gujarati

જીવનસાથીને નજીક લાવવા માટે    
જો પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડાઓને કારણે જીવનસાથી દૂર ગયો હોય તો તેને નજીક લાવવા અને મનાવવા માટે શ્રાવણનાં બુધવારે સફેદ કાગળ પર સ્વચ્છ સિંદૂરથી ચિઠ્ઠી લખી તેના ખિસ્સા અને તિજોરીમાં મૂકી દો. તેની સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. જ્યારે પતિ-પત્ની વચ્ચે બધુ બરાબર હોય, ત્યારે આ ચીઠ્ઠીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.

પ્રેમને વ્યક્ત કરવા માટે શુભ છે આ દિવસ 
જો તમે કોઈને પસંદ કરો છો અને તેની સામે તમારા દિલની વાત વ્યક્ત કરવા માંગો છો, તો તેના માટે શ્રાવણનો બુધવાર ખૂબ જ ખાસ છે. જો તમે તમારા દિલની વાત કોઈની સામે શેર કરવા જઈ રહ્યા છો, તો તમારી સાથે સફેદ ફૂલ લઈ જાઓ. તેની સાથે આ ફૂલ તે વ્યક્તિને આપી શકાય છે. તેનાથી તમારું કામ થઈ જશે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ