બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / sawan 2023 dont do these mistakes in shravan maas or precautions

માન્યતા / શ્રાવણ મહિનો શરૂ થવાને હવે ઝાઝો સમય નથી રહ્યો, ભૂલથી પણ ન કરતા આવાં કામ, જાણો રહસ્ય

Manisha Jogi

Last Updated: 03:40 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શિવનો પાવન પર્વ શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. શ્રાવણ મહિનામાં કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • ભગવાન શિવનો પાવન પર્વ શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી
  • 19 વર્ષો પછી શ્રાવણ મહિનામાં શુભ સંયોગનું નિર્માણ
  • જાણો, શ્રાવણ મહિનામાં કઈ ભૂલ ના કરવી જોઈએ

ભગવાન શિવનો પાવન પર્વ શરૂ થવામાં હવે થોડો સમય જ બાકી છે. આ વર્ષે 4 જુલાઈના રોજ મંગળવારથી શ્રાવણ મહિનો શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. આ વર્ષે શ્રાવણ મહિનો 2 મહિના સુધી રહેશે એટલે કે, 58 દિવસ સુધી રહેશે. 19 વર્ષો પછી આ સંયોગ બની રહ્યો છે. 

શ્રાવણ મહિનામાં ભગવાન ભોળેનાથની પૂજાનું ખાસ મહત્ત્વ રહેલું છે. કહેવામાં આવે છે કે, શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યા દૂર થાય છે. શ્રાવણ મહિનામાં કઈ ભૂલ ના કરવી જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

રીંગણા ના ખાવા જોઈએ- શ્રાવણ મહિનામાં રીંગણા ના ખાવા જોઈએ. રીંગણાને અશુદ્ધ શાકભાજી માનવામાં આવે છે, આ કારણોસર અનેક લોકો બારસ અને ચૌદશના દિવસે રીંગણા ખાતા નથી. 

માંસાહારી ભોજનનું સેવન ના કરવું- શ્રાવણ મહિનામાં ખાવા પીવા બાબતે સતર્કતા રાખવી. આ મહિનામાં માંસ માછલી અથવા દારૂનું સેવન ના કરવું જોઈએ. 

મનમાં ખોટા વિચાર ના લાવવા- શ્રાવણ મહિનામાં શિવલિંગ પર જળાભિષેકને શુભ માનવામાં આવે છે. આ પવિત્ર મહિના દરમિયાન કોઈપણ વ્યક્તિનું અપમાન ના કરવું અને મનમાં ખોટા વિચાર ના લાવવા. વડીલ, ગુરુ, જીવનસાથી તથા માતા પિતાનું માન જાળવવું. 

કેતકી અર્પણ ના કરો- શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવ અથવા શિવલિંગ પર કેતકીના ફૂલ અર્પણ ના કરવા. આ મહિના દરમિયાન બપોરે ના સૂવું જોઈએ. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ