યમનમાં બસ પર હવાઇ હુમલો, 29 જેટલા બાળકોના મોત, અનેક ઘાયલ

By : hiren joshi 12:23 PM, 10 August 2018 | Updated : 12:23 PM, 10 August 2018
સનાઃ વિદ્રોહિયોના કબ્જાવાળા ઉત્તરી યમનમાં ગુરૂવારે એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 29 જેટલા બાળકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. આંતરરાષ્ટ્રીય રેડકોર્ટ સમિતિએ આ જાણાકીર આપી છે. સાઉદી અરબની આગેવાની હેઠળ ગઠબંધન સેનાદળે કહ્યું કે, તેમણે કાનૂની સેન્ય કાર્યવાહી કરી છે અને હૂતી બળવાખોરને નિશાન બનાવ્યા છે.

તેમણે બુધવારે સાઉદી શહેર જિજાનમાં કરવામાં આવેલ જીવલેણ મિસાઇલ હુમલાનો બદલો લીધો છે. પરંતુ આંતરરાષ્ટ્રીય રેડકોર્સ સમિતિએ કહ્યું કે, હુતીના ગઢ સાદામાં બાળકો ભરેલી બસ હુમલાની ઝપેટમાં આવી ગઇ જેનો બાળકો ભોગ બન્યા છે.

તેમણે ટ્વીટ કર્યું કે, 'યમનમાં અમારી ટીમની સહાયતાથી એક હોસ્પિટલમાં 15 વર્ષ સુધીના 29 બાળકોના મૃતદેહો પહોંચાડવામાં આવ્યા છે. આ હુમલામાં 30 બાળકો સહિત 48 લોકો ઇજાગ્રસ્ત થયા છે.' હુતીના અલ મસરિયાહ ટીવીએ કહ્યું કે, હુમલામાં 50 લોકો માર્યા ગયા અને 77 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મોતના આંકડાની પુષ્ટિ સંભન નથી થઇ શકી.Recent Story

Popular Story