બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Sania Mirza Was Tired Of Shoaib Malik's Affairs": Report On Couple's Divorce

લગ્નજીવનનો અંત / સાનિયા મિર્ઝાએ શોએબ મલિક પાસેથી કેમ લીધા 'ખુલા', પત્નીઓને જરા પણ ન ગમે તેવું કારણ

Hiralal

Last Updated: 08:49 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાનું કારણ સામે આવ્યું છે.

  • પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડા
  • મુસ્લિમમાં પત્ની આપે તેને તલાક નહી 'ખુલા' કહેવાય છે
  • શોએબનું એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ બન્યું કારણ

પૂર્વ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના 8 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. ગઈ કાલે શોએબ મલિકે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કર્યાં હતા તેની સાથે જ સાનિયા મિર્ઝા સાથેના તેના લગ્ન તૂટી ગયાં હતા. પાકિસ્તાની મીડિયામાં બન્નેના છૂટાછેડાનું કારણ અપાયું છે. ઉલ્લેખનીય છે કે સાનિયાએ શોએબ પાસેથી ખુલા' લીધા છે. મુસ્લિમમાં પત્ની આપે તેને છુટાછેડા નહી 'ખુલા' કહેવાય છે. પતિ આપે ફક્ત તેને જ તલાક કહેવાય છે. 

શું છે 'ખુલા'નું કારણ
શોએબનું એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ 'ખુલા'નું કારણ બન્યું છે. સાનિયા મિર્ઝા શોએબના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સથી કંટાળી ગઈ હોવાનું પાકિસ્તાની મીડિયામાં સામે આવ્યું છે. દાવો કરાયો છે કે સાનિયા સાથે લગ્નજીવનમાં રહેતી વખતે શોએબના ઘણી છોકરીઓ સાથે સંબંધો હતા, જાણમાં આવતાં સાનિયાએ તેના અલગ પડવાનો નિર્ણય લીધો હતો.  જોકે સાનિયા કે શોએબ બંનેએ તેમના સંબંધો વિશે જાહેરમાં વાત કરી નથી, પરંતુ અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. સાનિયાની સોશિયલ મીડિયા એક્ટિવિટી પણ સૂચવે છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી. સાનિયાએ છેલ્લા કેટલાક દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ શેર કરી હતી, જે તેની આંતરિક ઉથલપાથલ તરફ ઈશારો કરે છે.

શોએબના ત્રીજા લગ્નમાં પરિવારનું કોઈ હાજર ન રહ્યું 
પરિવારનો કોઈ સભ્ય પણ શોએબના ત્રીજા લગ્નમાં હાજર રહ્યો નહોતો. વાસ્તવમાં, મલિકની બહેનોને ચિંતા હતી કે મલિકે ત્રીજા લગ્ન નહોતા કરવા જોઈતા. મલિકની બહેનોએ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથેના તેના છૂટાછેડા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

કઈ પત્ની પતિનો લગ્નેત્તર સંબંધ ચલાવી લે? 
લગ્નજીવનમાં કોઈ પત્નીને તેના પત્નીના લગ્ન બહારના સંબંધો પસંદ હોતા નથી જોકે તેમાં અપવાદ હોઈ શકે છે પરંતુ મોટાભાગના કિસ્સામાં પતિઓના લગ્નેત્તર સંબંધોથી પત્નીઓને લાગી આવતું હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ