બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Salman khan filmfare awards Salman Khan On Death Threat viral video bollywood

ચોંકાવનારું નિવેદન / VIDEO: 'હું બધાનો ભાઈજાન નથી, જેને બહેન બનાવવા...' સલમાન ખાને ધમકીઓના સવાલ પર જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 04:40 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ દરમિયાન સલમાન ગઈકાલે રાત્રે મુંબઈમાં ફિલ્મફેરની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો અને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

  • સલમાન ખાનનું ફિલ્મફેરની પ્રેસ કોન્ફરન્સમાં ચોંકાવનારું નિવેદન
  • સલમાન ખાનને ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી 
  • બધાનો ભાઈજાન નથી, કેટલાકનો જાન છું : સલમાન ખાન

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને તાજેતરના સમયમાં ઘણી વખત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ ઈન્ટરવ્યુમાં પણ તેને ખુલ્લેઆમ ધમકી આપી છે. આ ધમકીઓને જોતા સલમાન ખાન હવે ભારે સુરક્ષામાં રહેવા લાગ્યો છે. ગત રાત્રે સલમાન પણ કડક સુરક્ષા વચ્ચે ફિલ્મફેરની પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં સલમાનને ઘણી વખત ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે તેણે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. પરંતુ ગઈકાલે રાત્રે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં આખરે સલમાન તરફથી મળેલી ધમકી પર સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. એક પત્રકારે સલમાન ખાનને ધમકીઓ મળવા અંગે સવાલ કર્યો હતો. 

સલમાને શું કહ્યું? 

પ્રેસ કોન્ફરન્સમાં સલમાન ખાનને પૂછવામાં આવ્યું કે, "તમે આખા ભારતના ભાઈજાન છો, તમને જે ધમકીઓ મળે છે..." આટલું બોલ્યા પછી જ સલમાને બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું કે સમગ્ર ભારતો ભાઈજાન નથી..કેટલાકનો જીવ છું. સલમાનના આ ફની જવાબથી બધા હસવા લાગે છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @varindertchawla

પિતાને ધમકીભર્યો પત્ર મળ્યો હતો

સલમાન ખાનના પિતા સલીમ ખાનને ગયા વર્ષે મોર્નિંગ વોક દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો હતો. જૂન 2022માં મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે સલમાન ખાનની હાલત સિદ્ધુ મૂઝવાલા જેવી થશે. ઉલ્લેખનીય છે કે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગ દ્વારા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ