બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / salman khan death threat mumbai police starts investigation

મર્ડરની ધમકી / સલમાન ખાનને ફરી મળી જાનથી મારી નાંખવાની ધમકી, 'રોકી'એ કહ્યું 30 તારીખે થશે તારું મર્ડર

Arohi

Last Updated: 11:51 AM, 11 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salman Khan Death Threat: સલમાન ખાનને ધમકી મળવાનો સિલસિલો યથાવત છે. હવે 'રોકી ભાઈ' નામના શખ્સની તરફથી સલમાનને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી ભરેલો કોલ મુંબઈ પોલીસને આવ્યો છે.

  • સલમાનને મળી ફરી જાનથી મારી નાખવાની ધમકી 
  • 'રોકી ભાઈ' નામના શખ્સે આપી ધમકી 
  • મુંબઈ પોલીસે આવ્યો ધમકી ભરેલો કોલ 

ફિલ્મ અભિનેતા સલમાન ખાનને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. સોમવારે રાત્રે એક શખ્સે મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કર્યો અને સલમાનને મારી નાખવાની ધમકી આપી. ધમકી આપનાર શખ્સે પોતાનું નામ રોકી ભાઈ જણાવ્યું છે. 

ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ફોન કોલ કરનાર રોકી ભાઈએ પોલીસ કંટ્રોલને જણાવ્યું કે તે જોધપુરનો રહેવાસી છે અને એક ગૌરક્ષક છે. આ ધમકી ભરેલો ફોન કોલ સોમવારે રાત્રે 9 વાગ્યા આવ્યો હતો. 

આરોપીની થઈ ઓળખ 
મુંબઈ પોલીસે જણાવ્યું કે આરોપી યુવકની ઓળખ થઈ ગઈ છે. ધમકી આપનાર શખ્સ રાજસ્થાનનો રહેવાસી છે અને તે નાબાલિક હોઈ શકે છે. જે નામ અને એડ્રેસ પર નંબર લેવામાં આવ્યો છે તેના આધાર પર પોલીસ આરોપીને નાબાલિક હોવાનો અંદાજો આપી રહ્યા છે. 

આરોપીને કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેના બાગ તેની પાસેથી પુછપરછ કરવામાં આવશે અને પછી એફઆઈઆર નોંધવામાં આવશે. 

ગયા મહિને પણ મળી હતી ધમકી 
સલમાન ખાનને થોડા દિવસો પહેલા મહિનામાં બે વખત ધમકી મળી હતી. તેને 18 અને 23 માર્ચે મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. 

જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પણ ગયા મહિને એક ઈન્ટરવ્યૂ વખત સલમાનને કાળા હરણ વિવાદ મામલામાં માફી માંગવા કહ્યું હતું. તેનું કહેવું હતું કે સલમાન ખાન માફી નહીં માંગે તો તેનો અહંકાર તોડી દઈશું. 

ધમકી મામલામાં શખ્સની ધરપકડ પણ થઈ હતી 
સલમાનને ધમકી આપવાના સિલસિલામાં ગયા મહિને મુંબઈ પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા ધાકડ રામ સિહાગ નામના શખ્સને પકડ્યો હતો. તેની ધરપકડ પોલીસે રાજસ્થાનથી કરી હતી. 

આ ઉપરાંત મુંબઈ પોલીસે હાલમાં જ દાવો કર્યો હતો કે સલમાનને 18 માર્ચે મળેલી ધમકી પાછળ યુકેમાં બેઠેલો ગેંગ્ટર ગોલ્ડી બરાર છે. તેના પર શિકંજા કરવા માટે મુંબઈ પોલીસે ઈન્ટરપોલની મદદ પણ લીધી અને યુકે સરકારને લેટર ઓફ રિક્વેસ્ટ મોકલી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ