બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / salman khan brother in law aayush sharma gets legal notice ruslaan stuck in controversies

મનોરંજન / સલમાન ખાનના જીજા આયુષ શર્માની ફિલ્મ ’રુસલાન’ વિવાદોમાં સપડાઈ, એક્ટર અને ફિલ્મમેકરને મળી લીગલ નોટિસ

Manisha Jogi

Last Updated: 07:52 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનના જીજા આયુષ શર્માની અપકમિંગ ફિલ્મ ’રુસલાન’ વિવાદોમાં સપડાઈ. ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું, પરંતુ આયુષ શર્માને નોટિસ મોકલવામાં આવી છે.

  • આયુષ શર્માની અપકમિંગ ફિલ્મ ’રુસલાન’ વિવાદોમાં સપડાઈ. 
  • આયુષ શર્મા અને ફિલ્મમેકરને લીગલ નોટિસ મોકલવામાં આવી. 
  • ફેન્સને ફિલ્મ ’રુસલાન’નું ટીઝર પસંદ આવ્યું.

 ઈદના દિવસે સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ રિલીઝ થઈ છે. સલમાન ખાનના જીજા આયુષ શર્માની અપકમિંગ ફિલ્મ ’રુસલાન’ વિવાદોમાં સપડાઈ છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, પરંતુ આયુષ શર્મા અને કે. કે. રાધામોહનને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. 

ફિલ્મ ’રુસલાન’માં આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની કહાની બાબતે એક નવો વિવાદ ઊભો થયો છે. જેના કારણે ફિલ્મ મેકર અને એક્ટર કાયદાકીય દાંવપેચમાં ફસાઈ રહ્યા છે. આ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ટાઈટલને લઈને આ વિવાદ ઊભો થયો છે. લીગલ નોટિસમાં જણાવવવામાં આવ્યું છે કે, વર્ષ 2009માં ’રુસલાન’ નામની ફિલ્મ રિલીઝ કરવામાં આવી આવી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aayush Sharma (@aaysharma)

 

આ કારણોસર નવી ફિલ્મ માટે આ નામનો ઉપયોગ ના કરી શકાય. આ મામલે આયુષ શર્મા અને ફિલ્મ મેકર કે. કે. રાધામોહનને નોટિસ આપવામાં આવી છે. વર્ષ 2009માં રિલીઝ કરવામાં આવેલ ફિલ્મ ’રુસલાન’માં રાજવીર શર્મા અને મેધા ચેટર્જી લીડ રોલમાં જોવા મળ્યા હતા. રાજવીર શર્માના વકીલ રુદ્ર વિક્રમ સિંહે આયુષ શર્મા અને કે. કે. રાધામોહનને નોટિસ મોકલી છે. આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, ફિલ્મમેકર મૂળ ફિલ્મના કોઈપણ ડાયલોગ અને કહાનીનો નવી ફિલ્મમાં ઉપયોગ કરી શકે નહીં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aayush Sharma (@aaysharma)

 

 

21 એપ્રિલના રોજ આયુષ શર્માનની ફિલ્મ ’રુસલાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફેન્સને આ ટીઝર ખૂબ જ પસંદ આવ્યું હતું. ટીઝરમાં આયુષ શર્મા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ’રુસલાન’માં આયુષ શર્માની સાથે જગપતિ બાબૂ અને સુશ્રી મિશ્રા જી મુખ્ય પાત્ર ભજવતા જોવા મળશે. ટીઝર રિલીઝ થયા પછી ફેન્સમાં એક્સાઈન્ટમેન્ટ વધી રહ્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ