બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sainik Jitubhai vaja's service in moti Fafni village of Kodinar taluka of Gir Somnath district

સલામ / સરહદ હોય કે સમાજ સૈનિક સેવા ચૂકતો નથી, ગુજરાતના ફાફણી ગામના જવાન જીતુભાઈની જુઓ કેવી છે સેવા

Vishnu

Last Updated: 11:54 PM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામમાં રજાના દિવસોમાં ઘરે રહીને  પણ સૈનિક જીતુભાઈ વાજા માતૃભૂમિની સેવા કરી રહ્યા છે.

  • સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી
  • સરહદ હોય કે સમાજ વચ્ચે...
  • સેવાની એકપણ તક ચૂકતો નથી

કહેવાય છે કે, સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી. તે રજા પર હોય તો પણ તેનું મન તો માભોમની રક્ષાના ચિંતનમાં જ વ્યસ્ત હોય છે. તે સરહદ પર હોય કે સિવિલિયન વિસ્તારમાં, માતૃભૂમિની સેવા ગણાય તેવી એકપણ તક ચૂકતો નથી. હાલ તેની સાબિતી ફાફણી ગામના પનોતાપુત્ર અને સૈનિક એવા જીતુભાઈ વાજા પોતાના કર્મયોગ દ્વારા આપી રહ્યા છે. 

આવી અનેક રજા માતૃભૂમિ માટે કુરબાન 
સૈન્ય માટેની આકરી તાલીમના આ દ્રશ્યો જોઈને કદાચ આપ એવું માની લેશો કે આ કવાયત કોઈ સૈનિકશાળામાં ચાલી રહી હશે. કેમ કે, સેના માટે જરૂરી હોય તેવી તમામ તાલીમ આ યુવાનો અહીં લઈ રહ્યા છે. અહીં યુવાનોના પગનું જોમ તેમની દોડમાં જોવા મળી રહ્યું છે. તો અહીં કસાયેલા સ્નાયુઓ વાળા યુવાનો પુલઅપ્સ અને એવી બીજી અનેક પ્રકારની કસરતો કરી રહ્યા છે. અદ્દલ સૈનિકશાળામા ચાલતી કવાયતના દ્રશ્યો કોઈ સૈનિકસ્કૂલના નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મોટી ફાફણી ગામમાં જોવા મળી રહ્યા છે. અને આ યુવાનોને તાલીમ આપી રહ્યા છે ફાફણી ગામના એક 

ભાવિ અગ્નિવીરોને એ કરાવે છે તૈયારી
કહેવાય છે કે, સૈનિક ક્યારેય નિવૃત્ત થતો નથી. તે રજા પર હોય તો પણ તેનું મન તો માભોમની રક્ષાના ચિંતનમાં જ વ્યસ્ત હોય છે. તે સરહદ પર હોય કે સિવિલિયન વિસ્તારમાં, માતૃભૂમિની સેવા ગણાય તેવી એકપણ તક ચૂકતો નથી. હાલ તેની સાબિતી ફાફણી ગામના પનોતાપુત્ર અને સૈનિક એવા જીતુભાઈ વાજા પોતાના કર્મયોગ દ્વારા આપી રહ્યા છે. હા.  ફાફણી ગામના  જીતુભાઈ વાજા  ભારતીય સેનામાં ફરજ બજાવે છે હાલ તેઓ  એક મહિનાની રજા પર પોતાના વતન ફાફણી ગામે આવ્યા છે. પરંતુ તેઓ આનંદપ્રમોદમાં રજા વ્યતિત કરવાના બદલે સેનામાં ભરતી થવા ઇચ્છુક ગામના યુવાનોને તાલીમ આપામાં પોતાનો સમય ફાળવી રહ્યા છે. આથી ગામના યુવાનોમાં ઉત્સાહનો સંચાર બેવડાઈ ગયો છે. 

પ્રેરણાદાયી છે એમનો સમર્પણભાવ
મોટી ફાફણી ગામ ફૌજી જીતુભાઈ  વાજા છેલ્લા સાત વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવી રહ્યા છે. .હાલ તેઓ અરુણાચલ પ્રદેશ ચીન બોર્ડર પર ફરજ બજાવે છે. તેમને એક માસની છૂટી મળતાં વતન મોટી ફાફણી ગામે આવ્યા છે. પરંતુ વતન આવ્યા બાદ તેમણે સ્થાનિક યુવાનોમાં સૈન્યમાં જોડાવાનો જુસ્સો જોયો અને આરામ કરવાના બદલે તેમણે સૈન્યમાં જોડાવા ઇચ્છુક યુવાઓને આકરી તાલીમ આપવાનું શરૂ કરી દીધું. હાલ તેઓ અગ્નિવીર યોજના હેઠળ પ્રારંભિક કસોટીમાંથી પાર કરવા માટે યુવાઓને રનિંગની ખાસ તાલીમ આપી રહ્યા છે. કેમ કે, અગ્નિવીર માટે 5.5 મિનિટમાં 1600 મીટરની  દોડ પૂરી કરવી અનિવાર્ય છે. આથી તેઓ યુવાઓને સૈન્યશિસ્ત સાથે વિવિધ પ્રકારની કસરતો કરાવી રહ્યા છે. સાથે જ તેઓ સ્થાનિક યુવાનોને અગ્નિવીર યોજનાનો લાભ લેવા અપીલ પણ કરી રહ્યા છે. 

તાજેતરમાં જ કેન્દ્ર સરકારે બહાર પાડેલી અગ્નિવીર યોજનામાં જોડાવા માટે ગુજરાતના અને ગામના યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે જીતુભાઈ વાજા જેવા સૈનિકોનો આ સમર્પણભાવ બિરદાવવા લાયક તો છે જ સાથે સાથે અનેક લોકો માટે પ્રેરણારૂપ પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ