બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Sabda Re'Jo, Uklatno Kklat will start, seasonal illness will not come by asking Angania

સીઝનલ / સાબદા રે'જો, ઉકળાટનો કકળાટ થશે શરું,ઋતુગત બીમારી 'આંગણિયા પૂછીને નહિ આવે' કહ્યું હવામાન વિભાગે

Mehul

Last Updated: 05:19 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગે કહ્યું છે કે મહિનાના અંત સુધીમાં જેમ તાપમાનનો પારો ઊંચકાશે તેમ ઋતુગત બીમારીઓ પણ વધી શકે છે. શરદી-ખાંસી, સંભવત; પાણી જન્ય રોગના વાયરા વધે તો નવાઈ નહિ.

  • ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં ઊંચકાશે ગરમીનો પારો 
  • ગરમી વધતા બેવડી ઋતુનો થશે શહેરીજનોને અહેસાસ 
  • બેવડી ઋતુ નાગરિકોમાં શરદી-ખાંસીની બીમારી નોતરશે 

ઉત્તર ભારતમાં પણ હવે ધીમે ધીમે વાતાવરણ પલટાવાના એંધાણ વચ્ચે ગુજરાતમાં પણ હવે પારો ઊંચકાશે. ફેબ્રુઆરીના અંત સુધીમાં બપોરનો પ્રખર તાપ ઉકળાટનો અહેસાસ કરાવશે. આમ પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. હવે દિવસે  પંખા ચાલુ થઇ ગયા છે.પણ રાત્રે તેજ પવન થોડો ભેજ પણ વાતાવરણમાં અનુભવાય છે. આ મહિનાના અંત સુધીમાં જેમ તાપમાનનો પારો ઊંચકાશે તેમ ઋતુગત બીમારીઓ પણ વધી શકે છે. શરદી-ખાંસી, સંભવત; પાણી જન્ય રોગના વાયરા વધે તો નવાઈ નહિ રહે. હવામાન વિભાગે કહ્યું છે કે, બદલાતી ઋતુ અને મિશ્ર હવામાન બીમારી નોતરી શકે છે. 

રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે.  રાજ્યમાં આગામી 2 દિવસ બેવડી ઋતુનો અનુભવ લોકોને કરવો પડશે. સવારે ઠંડી અને બપોરે ગરમી સહન કરવાનો વારો આવશે.  હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મહાનગરોનું તાપમાન 15 ડિગ્રીની  આસપાસ રહેશે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ