બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / S Jaysankar in UNGA said world is facing big challenges but India succeed in organising G20 summit

ન્યૂયોર્ક / 'ભારત વિશ્વ મિત્ર, દુનિયામાં સંઘર્ષનો દોર, હવે કેટલાક દેશના એજન્ડા નહીં ચાલી શકે', : UNGAમાં વિદેશ મંત્રી એસ.જયશંકર

Vaidehi

Last Updated: 07:38 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે અત્યારે કેટલાક દેશ એવા છે જે એક નક્કી કરેલા એજન્ડા પર કામ કરે છે પરંતુ હંમેશા એવું ચાલી ન શકે. તેની સામે અવાજ ઊઠવો જોઈએ.

  • વિદેશમંત્રી એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા કર્યું
  • આતંકવાદ, G20 વગેરે જેવા મુદાઓ પર નિવેદન આપ્યું
  • નિષ્પક્ષતાના યુગથી અમે હવે વિશ્વ મિત્ર તરીકે વિકસિત થયા છીએ

વિદેશમંત્રી એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા UNGAને સંબોધિત કરતાં કહ્યું કે ભારત તરફથી નમસ્તે..વિશ્વાસનાં પુન:નિર્માણ અને વૈશ્વિક એકતાને ફરી જગાડવા માટે આ UNGAનાં વિષયોને અમારું સંપૂર્ણ સમર્થન છે.  આ એક એવો મોકો છે કે જ્યારે આપણે આપણી ઉપલ્બધિઓની સાથે-સાથે પડકારો પર પણ ધ્યાન આપીએ.

આતંક પર શું બોલ્યાં એસ.જયશંકર?
એસ.જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતાં કહ્યું કે રાજનૈતિક સગવડતાનાં હિસાબે આતંકવાદ, ચરમપંથ અને હિંસા પર એક્શન ન લેવા જોઈએ. પોતાની સગવડનાં હિસાબે ક્ષેત્રીય અખંડતાનાં સમ્માન અને આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરી શકાય. અત્યારે કેટલાક દેશ એવા છે જે એક નક્કી કરેલા એજન્ડા પર કામ કરે છે પરંતુ હંમેશા એવું ચાલી ન શકે. તેની સામે અવાજ ઊઠવો જોઈએ. 

'વિકાસશીલ દેશો પર દબાણ વધી ગયું છે'
તેમણે કહ્યું કે દુનિયા ઉથલ-પાથલનાં એક અપવાદિત સમયને જોઈ રહી છે. તેવામાં વિકાસશીલ દેશો પર દબાણ વધી ગયું છે. જ્યારે 2 દેશોની વચ્ચે તણાવ કે યુદ્ધ થાય છે ત્યારે સામાજિક- આર્થિક લક્ષ્યોની સામે પડકારો આવે છે.તેવામાં અસામાન્ય જવાબદારીની ભાવના સાથે ભારતે જી20ની અધ્યક્ષતા સંભાળી. 'એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય'નાં અમારા દ્રષ્ટિકોણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનાં પ્રયાસો કરવામાં આવ્યાં.તેમાં અમે અનેક જરૂરી મુદાઓને આવરી લીધાં હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં અમે વિશ્વનાં દેશોની વચ્ચેનાં પડકારોને દૂર કરવાનાં અને મિત્રતા વધારવાનાં પ્રયાસો કર્યાં.

માત્ર કેટલાક દેશોનાં એજન્ડા ન ચાલી શકે- જયશંકર
એસ.જયશંકરે કહ્યું કે, અમે કાયદા આધારિત વ્યવસ્થામાં વિશ્વાસ રાખીએ છીએ પરંતુ અત્યારે કેટલાક એવા દેશો છે જે પોતાના એજન્ડા ચલાવે છે. આ કેટલાક દેશોનાં એજન્ડા ન ચાલી શકે. બીજાઓની સમસ્યા સાંભળવું પણ અતિ આવશ્યક છે. કમજોર દેશો પર ધ્યાન આપવું પણ જરૂરી છે. જી20માં પણ અમે આ બધાં પર ધ્યાન આપ્યું છે.  અમે વોયસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ બોલાવીને અધ્યક્ષતા શરૂ કરી હતી. તેમાં અમે 150 દેશોને સાંભળ્યાં અને તેમની ચિંતાઓને જી20 એજન્ડામાં રાખવા સક્ષમ બનાવ્યાં. પરિણામસ્વરૂપ વૈશ્વિક સ્તર પર ધ્યાન આકર્ષિત કરનારાં મુદાઓ પર નિષ્પક્ષ વાતચીત થઈ.

આફ્રીકી સંઘને G20નો સદસ્ય બનાવાયો
વિદેશમંત્રીએ કહ્યું કે અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતે આફ્રીકી સંઘને જી20નો સ્થાયી સદસ્ય બનાવ્યો. અમે મહાદ્વીપને અવાજ આપ્યો. જી20માં સુધારનું આ મહત્વપૂર્ણ પગલું સૌથી જૂનાં સંગઠન સંયુક્ત રાષ્ટ્રને પણ સુરક્ષા પરિષદમાં સમય અનુસાર ફેરફાર કરવા પ્રેરિત કરશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ