બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / S Jaishankar stood up in Europe and gave a jaw-dropping reply

નિવેદન / VIDEO: S જયશંકરે યુરોપમાં જ ઊભા થઈને આપ્યો જડબાતોડ જવાબ, રશિયન તેલ મામલે કહ્યું તમારા નિયમ જુઓ પહેલા

Priyakant

Last Updated: 01:37 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S Jaishankar News: રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને તેને પેટ્રોલ-ડીઝલમાં કન્વર્ટ કરીને યુરોપમાં વેચવા મુદ્દે યુરોપે ભારત પર કાર્યવાહીની કરી માંગ, જયશંકરે કહ્યું પહેલા તમારા નિયમો જોવો

  • ભારતના વિદેશમંત્રીએ ફરી એકવાર મોટું નિવેદન 
  • યુરોપિયન યુનિયને ભારતમાં બનેલા ઉત્પાદનો મામલે પગલાં લેવા જોઈએ
  • બોરેલે 2014માં યુરોપિયન યુનિયનના નિયમ 833 પર ધ્યાન આપવું જોઈએ

ભારતના વિદેશમંત્રીએ ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર યુરોપના દેશોને જડબાતોડ જવાબ આપ્યો છે. વિગતો મુજબ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદીને તેને પેટ્રોલ-ડીઝલમાં કન્વર્ટ કરીને યુરોપમાં વેચવા મુદ્દે યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે ભારત પર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જેના પર જયશંકરે ફરી એકવાર યુરોપિયન દેશોને જોરદાર જવાબ આપ્યો છે.

યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડા જોસેફ બોરેલે મંગળવારે કહ્યું કે, ભારત રશિયન તેલને પેટ્રોલ અને ડીઝલમાં કન્વર્ટ કરીને યુરોપિયન દેશોને સતત વેચી રહ્યું છે. જ્યારે યુરોપીયન દેશો રશિયાના ઉર્જા ક્ષેત્ર પર કાર્યવાહી કરી રહ્યા છે અને તેના પર દબાણ લાવી રહ્યા છે. જોસેફ બોરેલે કહ્યું હતું કે, ભારત રશિયા પાસેથી જે તેલ ખરીદી રહ્યું છે તેની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ યુરોપિયન યુનિયને ભારતમાં બનેલા ઉત્પાદનોના મામલામાં પગલાં લેવા જોઈએ.

વિદેશમંત્રી એસ.જયશંકરે શું કહ્યું ? 
જોસેફ બોરેલના નિવેદન બાદ વિદેશમંત્રી એસ.જયશંકરે તેને સલાહ આપી. જયશંકરે કહ્યું કે, બોરેલે EU નિયમોને જોવું જોઈએ. તેમણે કહ્યું કે, જો આપણે યુરોપિયન યુનિયનના નિયમો પર નજર કરીએ તો રશિયન ક્રૂડ ઓઇલ મોટાભાગે ત્રીજા દેશો તરફ વાળવામાં આવે છે અને પછી તે રશિયાનું માનવામાં આવતું નથી. જયશંકરે કહ્યું કે, બોરેલે 2014માં યુરોપિયન યુનિયનના નિયમ 833 પર ધ્યાન આપવું જોઈએ. આ પહેલા પણ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાના મામલે યુરોપના કેટલાક દેશો દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલ પર જયશંકર અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ઘણી વખત વળતો જવાબ આપ્યો છે.

નોંધનીય છે કે, ગયા વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. યુરોપના દેશો રશિયા સામે અને યુક્રેનની સાથે ઉભા છે. અમેરિકા બાદ યુરોપિયન યુનિયનના દેશોએ પણ રશિયા પર વિવિધ પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું. યુરોપિયન દેશો આના પર ખૂબ ગુસ્સે થયા. હવે યુરોપિયન યુનિયનના વિદેશ નીતિના વડાએ ભારત પર કાર્યવાહીની માંગ કરી છે, તેથી તેમને પણ વિદેશમંત્રી જયશંકરના આકરા જવાબનો સામનો કરવો પડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ