બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / russian beriev be 200 altair aircraft run on water use for emergency service video viral
Last Updated: 04:12 PM, 12 August 2023
O Beriev Be-200 Altair é um hidroavião anfíbio com motor a jato construído pela empresa Beriev Aircraft Company. Ele foi projetado para combate a incêndios, busca e resgate, transporte de carga e passageiros, com capacidade de transportar até 72 passageiros. pic.twitter.com/LQpwW3QDMR
— Beto Araujo (@o_betoaraujo) April 11, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
સામાન્ય રીતે આકાશમાં ઉડતા વિમાન તમામ લોકોએ જોયા હોય છે. પરંતુ એવા પણ ઘણા એરોપ્લેન હોય છે જેનું દરિયામાં લેન્ડિંગ કરવામાં આવે તો પણ તે પાણીને ચીરી અને બમણી ગતિથી આગળ વધી શકે છે. ત્યારે આવા જ એક પાણીમાં તરતા વિમાનનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ધોમ વાયરલ થઈ રહ્યો છે. આ એરક્રાફ્ટ સામાન્ય નથી પરંતુ તેને ખાસ ડિઝાઇન થકી તૈયાર કરવામાં આવ્યું છે. આ એક મલ્ટીરોલ એરક્રાફ્ટ છે. જે એક સાથે અનેક કામ કરી શકે છે. વીડિયોમાં દેખાતા બ્લુ અને રેડ પટ્ટાવાળા આ વિમાન સરળતાથી પાણીમાં ઉતરી શકે છે અને ઝડપભેર આગળ પણ વધી શકે છે.
ADVERTISEMENT
બેરિવ-બી 200 અલ્ટેયર વિમાન સરળતાથી પાણીમાં ઉતાર્યુ
રશિયા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ આ એરક્રાફ્ટનું નામ બેરિવ-બી 200 અલ્ટેયર છે. તે ફ્લાયિંગ બોટની માફક ન માત્ર પાણીમાં સ્થિર જ થઈ શકે છે પરંતુ તે પાણીને ચીરીને તેજ ઝડપ સાથે આગળ પણ વધી શકે છે. વીડિયોમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર બેરિવ-બી 200 અલ્ટેયર વિમાન સરળતાથી પાણીમાં ઉતાર્યા બાદ પાણીમાં ઝડપભેર આગળ વધવા લાગે છે. એટલું જ નહીં થોડી જ વારમાં તે હવામાં પણ ઉડતું દેખાય છે. તથા જાણે કોઈ રસ્તા પર ચક્કર લગાવતું હોય તે રીતે પાણીમાં પણ આ વિમાન આસાનીથી ફરતું દેખાઈ રહ્યું છે.
72 લોકો આવાગમન કરી શકે છે
ADVERTISEMENT
બેરિવ-બી 200 અલ્ટેયર ની ખાસિયત અંગે વાત કરવામાં આવે તો તેમાં 72 લોકો આવાગમન કરી શકે છે. તથા તે ખાસ જહાજની ઇમર્જન્સી સેવા માટે ઉપયોગ થઈ શકે છે. વધુમાં હાઈસ્પીડ એરક્રાફ્ટનો ઉપયોગ આગ લાગી હોય ત્યારે તથા ગુમ થયેલા લોકોને શોધી કાઢવા અને રેસ્ક્યુ કામગીરી માટે પણ કરવામાં આવશે. વધુમાં 12,000 લીટર પાણી સાથે પણ તે મુસાફરી કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.