બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia ukraine war what happens if nuclear war starts in world

પરમાણુ યુદ્ધ / અડધા કલાકમાં 10 કરોડના મોત: 18 હજાર વર્ષ પાછળ ધકેલાઈ જશે દુનિયા, જો આવું થયું તો આવશે તબાહી

Pravin

Last Updated: 11:54 AM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ નિર્ણાયક મોડ પર આવીને ઉભું છે, જો કે ખતરો હજૂ ટળ્યો નથી, ત્યારે આવા સમયે જો ન કરે નારાયણ અને પરમાણુ હુમલો થાય તો તેના કેવા ભયંકર પરિણામ આવી શકે છે. જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય.

  • રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ નિર્ણાયક મોડ પર
  • જો કે ખતરો હજૂ ટળ્યો નથી
  • જો પરમાણુ યુદ્ધ થાય તો શું થાય...

સવાર સવારમાં જ બ્લાસ્ટ થાય  અને ક્ષણવારમાં જ હજારો લોકોના મોત થઈ જાય તો...લોકો બેઠા હોય અને તેમની ચામડી બળીને ખાક થઈ જાય. જોરદારના ધમાકામાં ચારેતરફ સન્નાટો છવાઈ જાય અને થોડીવારમાં રડતા લોકોનો અવાજ ચોતરફ ગુંજવા લાગે.

મીનિટોમાં લાખો લોકોના મોત

કંઈક આવું જ થયું હતું ઓગસ્ટ 1945માં. જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ખતરનાક હતો કે, હજારો લાખો લોકોના મોત મીનિટોમાં થઈ ગયા હતા. ત્યાર બાદ વર્ષો સુધી લોકો તેના ભયંકર પરિણામ ભોગવતા રહ્યા હતા.

લડાઈ નિર્ણાયક મોડ પર, પણ ખતરો ટળ્યો નથી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગે હવે ફરી એક વાર પરમાણુ હુમલાનો ખતરો વધારી દીધો છે. જો કે, લડાઈ હવે લગભગ નિર્ણાયક મોડ પર આવીને ઊભી છે. પણ ખતરો હજૂ ટળ્યો નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલાથી ચેતવ્યા છે કે, જો કે, જો કોઈ બહારનો વચ્ચે પડ્યો તો પરિણામ અત્યંત ખરાબ આવશે, જેવું પહેલા ક્યારેય જોયું નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ચેતવણીને પરમાણુ હુમલા તરીકે જોઈ રહ્યા છે.  

જાપાન પરમાણુ હુમલો ભોગવી ચુક્યું છે અને તે હુમલામાં જે લોકો બચી ગયા હતા, તેઓ આજે પણ તે દિવસોને યાદ કરીને થરથરી રહ્યા છે. પરમાણુ હુમલો બીજૂ કંઈ નહીં, પણ તબાહી લઈને આવે છે. 

પરમાણુ યુદ્ધ થશે તો શું થશે ?

 
સ્વિટ્ઝરલેન્ડની એક સંસ્થા છે. ઈંટરનેશનલ કેંપેન ટૂ અબોલિશ ન્યૂક્લિયર વેપન (ICAN). આ સંસ્થાને 2017માં નોબેલ પીસ પ્રાઈઝ પણ મળી ચુક્યું છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પરમાણુ બોમ્બ હુમલામાં લાખો લોકોના જીવ જાય છે, તો વળી 10 અથવા સેંકડો પડ્યા તો, ન ફક્ત લાખો-કરોડોના મોત થશે, પણ ધરતીનું આખું ક્લાઈમેટ સિસ્ટમ બગડી જશે.

લાખો કરોડોના મોત

એક પરમાણુ બોમ્બ આખું શહેર તબાહ કરી શકે છે. જો આજના સમયમાં કેટલાય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો, તેમાં કરોડો લોકો માર્યા જશે. તો વળી જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ છેડાઈ જાય તો, મરનારા લોકોની સંખ્યા 10 કરોડનો આંકડો પાર કરી શકે છે.

મુંબઈ જેવા વિસ્તારમાં, કે જ્યાં એક કિલોમીટરે 1 લાખથી વધારે લોકો વસે છે. જો હિરોશિમામાં પરમાણુ બોમ્બ પડે તો, એક અઠવાડીયામાં 8.70 લાખથી વધારે લોકોના મોત થઈ જાય. જો રશિયા અને અમેરિકા વચ્ચે પરમાણુ યુદ્ધમાં 500 પરમાણુ બોમ્હનો ઉપયોગ થાય છે, તો અડધા કલાકમાં 10 કરોડથી વધારે લોકોના મોત થઈ જાય.

એટલુ જ નહીં કઈ યુદ્ધમાં જો દુનિયામાં હાલની 1 ટકાથી ઓછા પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય તો, તેમાં 2 અબજ લોકોએ ભૂખમરાનો સામનો કરવો પડે. સાથી જ આખી હેલ્થ સિસ્ટમ પણ તબાહ થઈ જશે, જેમાં ઘાયલ લોકોને સારવાર પણ નહીં મળે.

આખી ધરતીનું સિસ્ટમ બગડી જશે

 

  • જે પરમાણુ બોમ્બ હિરોશિમામાં પડ્યા હતા, તેની જ સાઈઝના 100 બોમ્બ પડે તો, ધરતીની આખી સિસ્ટમ બગડી જશે. આવો હુમલો થવા પર ક્લાઈમેટ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થશે અને ખેતી પર પણ તેની અસર થશે.
  • હાલમાં દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહી છે, પણ પરમાણુ યુદ્ધ થવા પર ધરતીનું તાપમાન ઝડપથી વધી જશે અને તે એટલા માટે કે તેનાથી એટલો ધુમાડો આવશે કે ધરતીના પડ પર તે જામી જશે. અનુમાન છે કે, જો આવું થશે તે, ધરતી પર લગભગ ઓછામાં ઓછી 10 જગ્યા પર સૂરજનો પ્રકાશ નહીં પહોંચે.
  • તો વળી જો દુનિયાભરના તમામ પરમાણુ હથિયારોનો ઉપયોગ થાય છે, તો તેનાથી 150 મિલિયન ટન ધુમાડો ધરતીના સ્ટ્રેટોસ્ફેયરમાં જામી જશે. સ્ટ્રેટોસ્ફેયર ધરતીના બહારનું પડ છે, જે ઓઝોન લેયરથી ઉપરનું હોય છે. 
  • એટલું જ નહીં દુનિયામાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પણ નહીં થાય. ગ્લોબલ રેનફોલમાં 45 ટકાનો ઘટાડો આવશે અને તેનાથી ધરતીના પડ પર સરેરાશ તાપમાન -7થી -8 ડિગ્રી પહોંચી જશે. તેની સરખામણી કરીએ તો, 18 હજાર વર્ષ પહેલા જ્યારે હિમયુગ હતો, ત્યારે તાપમાન -5 ડિગ્રી સેલ્સિયસ હતું. એટલે કે, દુનિયા 18 હજાર વર્ષ પાછળ જતી રહેશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ