બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / russia ukraine crisis impact on share market open sensex dives over 850 points

કડાકો / ભારતના શેર માર્કેટ ફરી કડડભૂસ: સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો કડાકો, અબજો રૂપિયા 'સ્વાહા'

Dhruv

Last Updated: 11:22 AM, 4 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વમાં રશિયા અને યુક્રેન વચ્ચે વધતા જતા તણાવ અને વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે શરૂઆતના સત્રમાં સેન્સેક્સ 850 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો.

  • રશિયા-યુક્રેન સંકટની માઠી અસર
  • શેરબજારમાં જોવા મળ્યો ભારે કડાકો
  • સેન્સેક્સ શરૂઆતના સત્રમાં 850 પોઈન્ટથી વધારે તૂટ્યો

રશિયા-યુક્રેન યુદ્ધની અસર વિશ્વ અર્થવ્યવસ્થા પર પણ પડી છે અને શેરબજારોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. શુક્રવારે યુક્રેનના ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આગ લાગવાના સમાચાર બાદ એશિયન ઈક્વિટી માર્કેટમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. જ્યારે તેલના ભાવમાં વધારો થયો છે. આ સિવાય ભારતીય ઈક્વિટી ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. એવામાં વિશ્વમાં રશિયા અને યુક્રેન વચ્ચે વધતા જતા તણાવ અને વૈશ્વિક બજારોમાં નબળા વલણ વચ્ચે શુક્રવારે શરૂઆતના સત્રમાં સેન્સેક્સ 850 પોઈન્ટથી વધારે તૂટ્યો હતો.

 

આ દરમિયાન 30 શેરોવાળા BSE સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 851.99 પોઈન્ટના ઘટાડા સાથે 54,250.69 ના સ્તર પર રહ્યો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 185.60 પોઈન્ટ ઘટીને 16,312.45 એ પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં આ કંપનીઓના શેર હતાં લાલ નિશાનમાં

સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં એશિયન પેઈન્ટ્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, એક્સિસ બેન્ક, વિપ્રો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર પણ પણ લાલ નિશાનમાં હતાં કે જેમાં 4.51 ટકા સુધીનો ઘટાડો આવ્યો. અગાઉના સત્રમાં 30 શેર ધરાવતો સેન્સેક્સ 366.22 પોઈન્ટ અથવા 0.66 ટકાના ઘટાડા સાથે 55,102.68 પર બંધ થયો હતો. એ જ રીતે, NSE નિફ્ટી 107.90 પોઈન્ટ અથવા 0.65 ટકા ઘટીને 16,498.05 પર બંધ થયો હતો.

એવામાં વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ફ્યુચર્સ 1.53 ટકા વધીને $112.16 પ્રતિ બેરલ થયું હતું. શેરબજારના કામચલાઉ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરુવારે રૂ. 6,644.65 કરોડના શેરનું વેચાણ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ