બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

VTV / Rs 3,000 fine for watching porn: Gangs operating from abroad see thousands of people

નકલી ગેંગનો પર્દાફાશ / પોર્ન જોવા બદલ 3,000 રુપિયાનો દંડ : વિદેશથી ઓપરેટ થતી ગેંગે હજારો લોકોને જુઓ કેવી રીતે ચોપડ્યો ચૂનો

Hiralal

Last Updated: 03:36 PM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી પોલીસના સાયબર સેલે પોર્ન જોવાના નામે લોકો પાસેથી મોટી ખંડણી ઉઘરાવવાના આરોપસર 3 શખ્સોની ધરપકડ કરી છે.

  • પોર્ન જોવાના નામે લોકો પાસેથી મોટી ખંડણી ઉઘરાવવાનો મામલો
  • દિલ્હી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી 
  • નકલી પોલીસની નોટીસ આપીને લોકો પાસેથી પડાવતા હતા મોટી રકમ
  • ગેંગે અત્યાર સુધી લોકોને 30 લાખનો ચૂનો ચોપડ્યો 

દિલ્હી પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ લોકોને ધમકાવતા કે તેઓ ઓનલાઈન પોર્ન જોતા પકડાયા છે અને તેથી તમારે 3 હજારનો દંડ ચુકવવો પડશે. આરોપીઓએ તેમના ટાર્ગેટ પર રહેલા લોકોને નકલી પોલીસની નોટીસ મોકલી આપતા અને ધાક-ધમકથી તેમની પાસેથી મોટી રકમની વસૂલાત કરતા. 

નકલી પોલીસે દેશભરમાંથી અત્યાર સુધી 30 લાખ રકમની વસૂલાત કરી 

પોલીસે કહ્યું કે કંબોડિયાથી ચાલી રહેલી આ ગેંગે છેલ્લા છ મહિનામાં દેશભરમાંથી અત્યાર સુધી 30 લાખ રકમની વસૂલાત કરી ચૂકી છે. કંબોડિયામાં બેઠેલો માસ્ટરમાઈડ ફોન પર સૂચના આપીને ગેંગને ઓપરેટ કરતો હતો તથા આરોપોને લોકો પાસેથી રકમ વસૂલવાનો આદેશ આપતો હતો. 

લોકોને નકલી નોટીસ પકડાવીને ધાક-ધમકી આપતા 

ડીસીપી અનયેશ રોયે જણાવ્યું કે ઓનલાઈન નકલી એડ અને પોપ અપ્સની કેટલીક ફરિયાદો મળી છે જેમાં આરોપી શખ્સો લોકોને કહેતા કે તેઓ પોર્ન જોતા ઝડપાયા છે અને આવું કરવું ગેરકાયદેસર છે. આવું કહેવાને નામે આરોપીઓ લોકો પાસેથી 3 હજારનો દંડ વસૂલતા. આરોપીઓ થોડા સમય સુધી આવું કૃત્ય કરતા રહ્યાં હતા અને એક દિવસ પોલીસના હાથે ચડી ગયા.

માસ્ટરમાઈન્ડ કંબોડિયાનો વતની, ત્યાંથી ગેંગને ઓપરેટ કરતો 

તેમણે કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને જણાયું કે વિદેશમાંથી નોટીસો આવતી હતી. પોલીસે ભોગ બનેલા લોકોના બેન્ક ખાતા અને લેવડદેવડની તપાસ કરી અને આ રીતે આખું મની ટ્રાયલનું પગેરુ ઝડપી પાડ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું કે અમને માલૂમ પડ્યું છે કે આરોપીઓને તેમના તમિલનાડુમાં ખોલાયેલા બેન્ક એકાઉન્ટમાં પૈસા મળતા હતા. અમારી ટીમ ત્યાં ગઈ અને તેમને ઘણી તકલીફો પડી કારણ કે આરોપીઓએ બોગસ એડ્રસ તૈયાર કરી રાખ્યાં હતા. જોકે થોડા દિવસના ત્યાંના રોકાણ બાદ અને આરોપી સુધી પહોંચી શક્યા અને તેમના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા. આ રીતે અમે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે જેમાં સ્થાનિક માસ્ટરમાઈન્ડ બી ઢીંશુનાથ પણ સામેલ છે. 

આરોપી ઢીશુનાથે પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે કે કંબોડિયાના વીલ પોન શહેરમાં રહેતો તેનો ભાઈ આ કૌભાંડનો માસ્ટરમાઈન્ડ છે. પોલીસે તેની પણ ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું કહેવાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ