બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / royal enfield working on 750cc engine for 2035 debut

ગજબ! / એક્સીલેટર આપતા જ હવાથી વાતો કરશે: 750 cc એન્જિનવાળી પાવરફૂલ બાઇક લાવશે રૉયલ એન્ફિલ્ડ

Arohi

Last Updated: 04:19 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Royal Enfield: રોયલ એનફિલ્ડ ખૂબ જલ્દી ભારતીય બજારમાં એક દમદાર બાઈક લોન્ચ કરવાની છે. આ બાઈકનું નામ 750cc બોબર હશે. આ ટવિન-સિલિનેડર ઈન્ટરસેપ્ટર 650ccના ઉપર પોતાની જગ્યા બનાવશે. આવો તેની ડિટેલ્સ જાણીએ.

  • રોયલ એનફિલ્ડ લાવશે શાનદાર બાઈક 
  • 750cc બોબર હશે બાઈકનું નામ 
  • જાણો ફિચર અને અન્ય ડિટેલ્સ 

દુનિયાની સૌથી મોટી મિડ સાઈઝ મોટરસાઈકલ નિર્માતા રોયલ એનફિલ્ડ પોતાને આગળ વધારવા માટે સતત કામ કરી રહી છે. કંપની 2025માં 750cc સ્પેસમાં આવવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર કંપનીએ તેના પર કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. કંપની એક નવુ પ્લેટફોર્મ ડેવલોપ કરશે જેનું કોડનેમ R છે જે સંભાવિત રીતે 750cc બાઈકના ઘણા અવતાર તૈયાર કરશે. 

750cc બોબર મોટરસાયકલ 
આ પ્રોજેક્ટનું કોડનેમ R2G છે. આ એક 750cc બોબર મોટરસાયકલ છે. જેને ભારત, ઉત્તરી અમેરિકા, યુરોપ અને યુનાઈટેડ કિંગડમ સહિત વિવિધ બજારોમાં મહત્વપૂર્ણ પ્રતિક્રિયા લીધા બાદ વિકસિત કરવામાં આવી રહ્યું છે. મુખ્ય વિકાસ યુકેના લીસેસ્ટરમાં તેના ટેક્નીક કેન્દ્રમાં થઈ રહ્યો છે અને આ દર્શકો સુધી રોય એનફિલ્ડના પોર્ટફોલિયોમાં સૌથી મોટી મોટરસાયકલ હોવાની સંભાવના છે. 

હાલના સમયમાં 350ccથી 650ccનું પોર્ટફોલિયો 
આ વિકાસ એવા સમયમાં થયો છે જ્યારે વૈશ્વિક પ્રીમિયમ મોટરસાયકલ નિર્માતા હાર્લે અને ટ્રાયમ્ફ આખરે રોયલ એનફિલ્ડને પોતાના ઘરેલુ મેદાન પર પડકાર આપવા માટે પોતાની એન્ટ્રી મિડસાઈઝ મોટરસાયકલની સાથે તૈયાર છે. 

આયશર મોટર્સના એમડી સિદ્ધાર્થ લાલે કહ્યું કે કંપનીનું મુખ્ય ફોકસ મિડ સાઈઝની મોટરસાયકલ પર હશે. એટલે કે તેમનો મતલબ છે કે 350cc અને 750cc રેન્જમાં ઘમી બાઈક્સ લોન્ચ થશે. કંપનીની પાસે હાલમાં 350ccથી 650cc બાઈક્સનો પોર્ટફોલિયો છે. 

કંપનીનું ફ્યૂચર પ્લાન શું છે?
સૂત્રો અનુસાર 750cc મિલ ટ્વિન-સિલિન્ડર 650cc એન્જિનનું એક રિપીટેશન છે. જેને ખાસ રીતે ઉત્તરી અમેરિકા અને યુરોપ જેવા પ્રમુખ આંતરરાષ્ટ્રીય બજારો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જ્યાં બાઈકને બિગ સાઈઝની પ્રીમિયમ મોટરસાયકલોની વચ્ચે રાખી શકાય છે. 

સૂત્રોનું કહેવું છે કે કંપની પોતાના આવનાર દિવસોમાં 350cc, 450cc, 650cc અને 750ccના ઘણા મોડલ રજૂ કરશે. જ્યારે બોબર 750 લિસ્ટમાં પહેલા સ્થાન પર છે. તેના ઉપરાંત ઘણા અન્ય ઓપ્સ પણ વિચાર કરવામાં આવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ